કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ RSS ને લઈ શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન?
મુંબઈ, તા.15 નવેમ્બર, 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈ રાજ્યમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ સતત બીજેપી અને આરએસએસને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું.
આરએસએસ ખતરનાક સંગઠન છેઃ હુસૈન દલવાઈ
કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ કહ્યું, આરએસએસ એક આતંકી સંગઠન છે. તે લોકોને હિંસા શીખવાડે છે. આરએસએસ એક ખતરનાક સંગઠન છે અને હું તેનો પુરાવો આપી રહ્યો છું. પ્રથમ પુરાવો એ છે કે જનસંઘના સ્થાપકની હત્યા કરવામાં આવી હતી. હત્યાની તપાસ માટે બલરાજ મધોકની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ જવાબદારઃ હુસૈન દલવાઈ
ત્રણ મહિના સુધી, મધોકે દરેક જગ્યાએ પ્રવાસ કર્યો અને અહેવાલ તૈયાર કર્યો. તેઓ વારાણસી અને અન્ય ઘણા સ્થળોએ ગયા હતા, પરંતુ અહેવાલને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. તેમણે એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું જેમાં તેમણે આ અહેવાલ વિશે બધું વિગતવાર સમજાવ્યું છે. મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ જવાબદાર છે. તેમણે હજુ સુધી તેના માટે માફી માંગી નથી. તેમણે આજ સુધી એવું નથી કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે અને તે અમારી ભૂલ છે.
મહારાષ્ટ્રમાં ક્યારે છે મતદાન
મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ માટે 20મી નવેમ્બરે તમામ બેઠકો પર મતદાન થશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરામાં દુષ્કર્મની કોશિશથી યુવતીએ પ્રૌઢના ગુપ્તાંગ પર ચપ્પુ માર્યું, જાણો વિગત