નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ વચ્ચે કોંગ્રેસના નેતાઓ આજે લોકસભા અધ્યક્ષને મળ્યા હતા. આ પછી અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તે પૂછપરછની વિરુદ્ધ નથી. મીડિયા સાથે વાત કરતાં તેમને કહ્યું કે જે રીતે અમારી પર અત્યાચાર અને હિંસા થઈ છે, તેને લઈને સ્પીકરનું ધ્યાન દોર્યું હતું. તેમને કહ્યું કે અમારા મહિલા સાંસદો પર અત્યાચાર થયો છે, તેમના કુર્તા ફાડી નાખવામાં આવ્યા છે. તેમજ સાંસદ જ્યોતિમણિ સાથે પણ ધૃણાસ્પદ કૃત્ય થયું છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ રાહુલ ગાંધીની ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો તરફથી આનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અહીં કોંગ્રેસે બુધવારે દિલ્હી પોલીસ પર કાર્યકર્તાઓને માર મારવાનો અને પાર્ટી ઓફિસમાં ઘૂસી જવાનો આરોપ લગાવ્યો હતો. તેના વિરોધમાં આજે તે દેશભરના રાજભવનોને ઘેરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિવિધ રાજભવનોએ કોંગ્રેસ કાર્યકરો અને અધ્યક્ષના નેતૃત્વમાં પ્રદર્શન
દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીના નેતૃત્વમાં પાર્ટી કાર્યકર્તાઓ સવારે 11.30 વાગ્યે રાજભવનનો ઘેરાવ કર્યો યુપી કોંગ્રેસના કાર્યકરો સવારે 11 વાગે રાજભવનનો ઘેરાવ કરયો. ભોપાલમાં સવારે 11 વાગ્યે કમલનાથના નેતૃત્વમાં રાજભવનનો ઘેરાવ શરૂ થયો હતો. જયપુરમાં સવારે 10 વાગ્યે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના નેતૃત્વમાં રાજભવનનો ઘેરાવ કરવામાં આવ્યો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરના નેતૃત્વમાં સવારે 10.30 વાગ્યે જમ્મુમાં રાજભવનનો ઘેરાવ કરવામાં આવ્યો.