કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી નાગરિકો સાથે બાખડી પડ્યા, વીડિયો વાયરલ
મુર્શિદાબાદ, 13 એપ્રિલઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ સાંસદ અને ઉમેદવાર અધિર રંજન ચૌધરી આજે બપોરે કેટલાક નાગરિકો સાથે લગભગ મારામારી પર ઊતરી આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અધિર રંજન એકદમ ગુસ્સામાં ધસી આવે છે, સામેની વ્યક્તિને મારવાનો ઈશારો કરે છે અને પછી તેને ધક્કો મારી દૂર હડસેલી દે છે.
જૂઓ વીડિયોઃ
#WATCH | Murshidabad, West Bengal: Congress leader and party’s Lok Sabha candidate from Behrampore Adhir Ranjan Chowdhury was seen getting into an altercation with a few TMC workers
(Video source – TMC) pic.twitter.com/cCa7J4CKPK
— ANI (@ANI) April 13, 2024
આ ઘટના પછી અધિર રંજન ચૌધરીએ પત્રકારો સાથે વાતચીત કરતા એવો ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો હતો કે, પોતે પ્રચારમાં જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ Go Back – Go Back (પાછા જાવ, પાછા જાવ)નાં સૂત્રો પોકાર્યા હતા. એ સાંભળીને મને ગુસ્સો આવ્યો તો તેથી હું મારી કારમાંથી ઊતરીને તેમની સાથે વાત કરવા આવ્યો હતો. અધિર રંજનના મતે આ નાગરિકો એવી ફરિયાદ કરી રહ્યા હતા કે, મેં પાંચ વર્ષમાં તેમના માટે કશું કર્યું નથી.
West Bengal | Congress leader and party’s Lok Sabha candidate from Berhampore Adhir Ranjan Chowdhury says, ” While I was going home after campaigning, few people came and started chanting ‘go back’ slogan. When I got out of the car, they started saying that I haven’t done… https://t.co/cmFH2LdB0P pic.twitter.com/LwGZjYKc8X
— ANI (@ANI) April 13, 2024
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ખૈબર મંદિર તરીકે ઓળખાતું વધુ એક પ્રાચીન મંદિર તોડી પડાયું