અમદાવાદઉત્તર ગુજરાત

અયોધ્યાના રામ મંદિરના મહંતનો ફોટો વાયરલ કરનાર કોંગ્રેસ આઈટી સેલનો કર્મચારી ઝડપાયો

Text To Speech

અમદાવાદ, 12 ડિસેમ્બર 2023, (Ahmedabad news)અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. (Cyber Crime)ત્યારે એક વ્યક્તિએ મંદિરના મહંતના ભળતા ફોટાને એક યુવતી સાથે જોડીને વાયરલ કર્યો હતો. (Ram mandir mahant)આ ફોટો વાયરલ કરનાર વ્યક્તિ કોંગ્રેસના આઈટી સેલમાં કામ કરતો હતો. (Photo viral)અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપી હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી છે.

મહંતનો ફોટો મોર્ફ કરીને વાઈરલ કરવામાં આવ્યો
અયોધ્યા રામમંદિરમાં જે વ્યક્તિની મહંત તરીકે વરણી થઈ છે. તે મહંતનો ફોટો મોર્ફ કરીને વાઈરલ કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં મહંતના ચહેરા જેવો જ એક વ્યક્તિનો ફોટો મુકાયો હતો અને તેમની સાથે એક યુવતીના ફોટાને જોડી દેઈ વાઈરલ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ અમદાવાદ સાયબર ક્રાઈમને થતાં ફોટો વાયરલ કરનાર વ્યક્તિને શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી.

આરોપી ગુજરાત કોંગ્રેસના આઈટી સેલમાં કામ કરે છે
સાયબર ક્રાઈમે અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કોંગ્રેસના આઈટી સેલમાં કામ કરતાં હિતેન્દ્ર પીઠડિયા નામના વ્યક્તિએ આ ફોટો વાયરલ કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયાણે મીડિયાને જણાવ્યું હતું કે, રામ મંદિરના મહંતના ફોટો કોઈ યુવતી સાથે મોર્ફ કરીને વાયરલ કરનાર હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરાઈ છે. આ વ્યક્તિ ગુજરાત કોંગ્રેસના આઈટી સેલમાં કામ કરે છે. તેની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઊંઝામાં બનાવટી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૮૯ લાખનો જથ્થો જપ્ત

Back to top button