ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગેહલોત-પાયલોટ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક; રાજસ્થાનની રાજનીતિની દિશા થશે નક્કી!

Rajasthan Politics Updates: આજનો દિવસ રાજસ્થાનની રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સચિન પાયલટ અને અશોક ગેહલોત આ બેઠકમાં જયપુરથી વર્ચ્યુઅલ રીતે હાજર રહેશે. બેઠક બાદ રાહુલ ગાંધી બપોરે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે.

છત્તીસગઢમાં ચાલી રહેલા વિવાદને શાંત કર્યા પછી કોંગ્રેસ હાઈકમાન્ડની નજર હવે રાજસ્થાન પર છે, જ્યાં સચિન પાયલટ અને સીએમ અશોક ગેહલોત વચ્ચેની તકરાર અટકવાનું નામ નથી લઈ રહી. હવે રાજસ્થાનને લઈને કોંગ્રેસની મહત્વની બેઠક થઈ છે. જેમાં રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને સચિન પાયલટ સહિત કુલ 30 નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં સીએમ અશોક ગેહલોત પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને ખડગેએ રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, પાયલોટ, પાર્ટીના રાજ્ય પ્રભારી સુખજિંદર રંધાવા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓ બેઠકમાં હાજર હતા, જેમાં ખડગે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં રાજસ્થાનની રાજનીતિ સાથે જોડાયેલો મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ બેઠક મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના રાજકીય ઝઘડાને સમાપ્ત કરવા અને ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધારવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સચિન પાયલટને મળી શકે છે મોટી જવાબદારી

કોંગ્રેસના નેતાઓની આ બેઠકને જોતા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને મોટી જવાબદારી મળી શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘણા સમયથી બધુ બરાબર નથી. આવી સ્થિતિમાં રાજસ્થાન કોંગ્રેસમાં સ્થિતિ સામાન્ય થાય તે માટે હાઈકમાન્ડે અનેક પ્રયાસો કર્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી બંને નેતાઓ વચ્ચે શાબ્દિકયુદ્ધ શાંત દેખાઈ રહ્યું છે.

બેઠકમાં કોણ-કોણ સામેલ છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં રાજસ્થાન કોંગ્રેસના તમામ નેતાઓ ભાગ લેવાના છે. બેઠકનો મહત્વનો એજન્ડા રાજસ્થાનની આગામી ચૂંટણી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો- શરદ પવાર દિલ્હી પહોંચ્યા; બપોરે 3 વાગે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેશે ભાગ

Back to top button