કોંગ્રેસે નવી યાદી કરી જાહેર, રાજસ્થાનમાં બદલ્યા બે ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ
રાજસ્થાન, 30 માર્ચ : કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ઉમેદવારોની લોકસભા ચૂંટણી માટે નવી યાદી જાહેર કરી છે. જેમાં કર્ણાટકમાંથી ત્રણ અને રાજસ્થાનના બે ઉમેદવારોના નામ છે. એમ આ યાદીમાં 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજસ્થાનની રાજસમંદ અને ભીલવાડા સીટ પર પાર્ટીએ પોતાના ઉમેદવારો બદલ્યા છે. ડૉ. દામોદર ગુર્જરને રાજસમંદ લોકસભા સીટથી અને સીપી જોશીને ભીલવાડાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભીલવાડામાં દામોદર ગુર્જરની જગ્યાએ સીપી જોશીને ટિકિટ આપવામાં આવી છે અને રાજસમંદમાં સુદર્શન રાવતના સ્થાને દામોદર ગુર્જરને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર કર્ણાટકના બેલ્લારીથી ઇ.તુકારામ, ચામરાજનગરથી સુનીલ બોઝ અને ચિકબલ્લાપુરથી રક્ષા રામૈયાને ટિકિટ આપવામાં આવી છે.
कांग्रेस पार्टी ने लोकसभा चुनाव के लिए उम्मीदवारों की एक और सूची जारी की।
सीपी जोशी राजस्थान के भीलवाड़ा से, दामोदर गुर्जर राजस्थान के राजसमंद से चुनाव लड़ेंगे। pic.twitter.com/zQIiwIDVUQ
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 212 ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ તેણે આઠ અલગ અલગ યાદીમાં કુલ 208 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે. આ પછી, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે.
લોકસભાના 543 મતવિસ્તારોમાં લગભગ 97 કરોડ નોંધાયેલા મતદારો 10.5 લાખ મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમજ, 4 જૂને મતગણતરી થશે.
આ પણ વાંચો : ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અરવલ્લી જિલ્લામાં ફિલ્મી ઢબે કરાયો પ્રયાસ