કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો નાખવામાં આવ્યો છે. તેમાં હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો શરૂ કરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. પક્ષ વિરુદ્ધ કામ કરનારાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાની પણ માગ થઈ છે.
આ પણ વાંચો: રાજ્યમાં કોલ્ડવેવની અસર, જાણો લોકોએ શું અનુસરવું અને કેવી રીતે રાખશો ધ્યાન
કોંગ્રેસે હારના કારણો અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલી આપ્યો
ગુજરાત કોંગ્રેસે હારના કારણો અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલી આપ્યો છે. પરંતુ ગુજરાત કોંગ્રેસના રિપોર્ટ પર જાણે હાઈકમાન્ડને ભરોસો ના હોય તેમ હાઈકમાન્ડે ત્રણ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી છે. આ કમિટી આજે પણ ઉમેદવારોને વન ટુ વન સાંભળશે, પાલડી કોંગ્રેસ ભવન ખાતે 17મીએ સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ડાંગ, જામનગર, નવસારી, નર્મદા, કચ્છ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાના ઉમેદવારો સાથે વન ટુ વન ચર્ચા કરશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં મહિલા ઇન્ફ્લૂએન્ઝાના મ્યૂટેટ થયેલા વાઇરસની ઝપટમાં
તાત્કાલિક વિધાનસભા વિપક્ષ નેતા જાહેર કરવાની પણ કમિટી સમક્ષ માગણી
ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યે તાત્કાલિક વિધાનસભા વિપક્ષ નેતા જાહેર કરવાની પણ કમિટી સમક્ષ માગણી કરી હતી, ઉમેદવારોએ ભાજપના બાહુબળ, ધનબળ અને સત્તાના દુરુપયોગને લઈને આક્ષેપો કર્યા હતા, કેટલાકે આમ આદમી પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. પક્ષ વિરુદ્ધ કામ કરનારાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાની પણ માગ થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો કયા પડી હાડ થીજવતી ઠંડી
પક્ષમાં રહીને વિરોધી પ્રવૃત્તિને કારણે હાર થયાના કારણો રજૂ કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે, અત્યંત કારમી હારનાં સાચાં કારણો શોધવા માટે હાઈકમાન્ડે નીતિન રાઉતની આગેવાનીમાં નીમેલી ત્રણ સભ્યોની કમિટી અમદાવાદ આવી પહોંચી હતી. કમિટી સમક્ષ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની વ્યથા રજૂ કરી હતી. જેમાં કેટલાકે ઈવીએમ ઉપર હારનું ઠીકરું ફોડયું હતું તો કેટલાકે નબળા સંગઠન તેમજ પક્ષમાં રહીને વિરોધી પ્રવૃત્તિને કારણે હાર થયાના કારણો રજૂ કર્યા હતા.