ટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસની ગેરંટી એટલે નિયતમાં ખોટ, ગરીબોને નુકસાનઃ PM મોદી

Text To Speech

મધ્યપ્રદેશના શહડોલમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું અને તેમના પર ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો.

પીએમ મોદીએ કહ્યું, “આજે જે લોકો (વિરોધ પક્ષો) સાથે આવવાનો દાવો કરી રહ્યા છે, તેમના જૂના નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાણી પીધા બાદ તેઓ હંમેશા એકબીજાને કોસતા રહ્યા છે. એટલે કે વિરોધ પક્ષો એકતાની ગેરંટી નથી. આ પરિવારવાદી પાર્ટીઓ તેમના પરિવારના કલ્યાણ માટે જ કામ કરી રહી છે. એટલે કે દેશના સામાન્ય માણસના પરિવારને આગળ લઈ જવાની ગેરંટી તેમની પાસે નથી.”

”કોંગ્રેસ જેવા પક્ષોની ગેરંટી એટલે નિયતમાં ખોટ, ગરીબોને નુકશાન, આ તેમની ગેરંટી છે.”

આ દરમિયાન PM મોદીએ આયુષ્માન કાર્ડને ડિજિટલ રીતે વિતરણ કરવાની યોજના શરૂ કરી અને રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન શરૂ કર્યું.

સિકલ સેલ એનિમિયા એ એક આનુવંશિક રોગ છે, તેથી રક્ત પરીક્ષણ વિના આ રોગ શોધી શકાતો નથી.

આ રોગથી પીડિત વ્યક્તિને જીવનભર ચેપ, અસહ્ય દુખાવો, એનિમિયા અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બિમારીથી સત્તર રાજ્યોના લગભગ સાત કરોડ લોકો તેનાથી પ્રભાવિત છે.

આયુષ્માન ભારત યોજના વિશે બોલતા PM મોદીએ કહ્યું, “આ દેશમાં ક્યારેય કોઈએ કોઈ ગરીબને પાંચ લાખ રૂપિયાની ગેરંટી આપી નથી. મારા ગરીબ પરિવારો માટે આ ભાજપ સરકાર છે, આ મોદી છે જે તમને પાંચ લાખ રૂપિયાનું ગેરંટી કાર્ડ આપે છે.”

મોદી એક સપ્તાહની અંદર બીજી વખત મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. આ પહેલા મોદી 27 જૂને મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ ગયા હતા.

 

આ પમ વાંચો: અખિલેશ યાદવના આકરા વાર, ‘ભાજપના શાસનમાં આવી રહ્યાં છે મોંઘા વીજળી બિલ, ઉદ્યોગો અટકી રહ્યાં છે’

Back to top button