ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓને કર્ણાટકનો ધ્વજ ફરકાવવા કોંગ્રેસ સરકારનું તુઘલકી ફરમાન

Text To Speech

બેંગલુરુ, 11 ઑક્ટોબર, 2024: કર્ણાટકની કોંગ્રેસ સરકારે આજે એકાએક એક તુઘલકી ફરમાન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કર્ણાટક રાજ્યનો ધ્વજ ફરકાવવા રાજ્યની તમામ કંપનીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું છે.

નિશ્ચિત રૂપે વિવાદાસ્પદ બની રહેનાર આ તુઘલકી ફરમાન કરતા ડીકે શિવકુમારે કહ્યું, “1 નવેમ્બરનો દિવસ કર્ણાટક માટે મહત્ત્વનો દિવસ છે. તે આપણા રાજ્યનો સ્થાપના દિવસ છે. બેંગલુરુના વિકાસમંત્રના નામે મેં સૂચના આપી છે કે તે દિવસે તમામ કંપનીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓએ કર્ણાટક રાજ્યનો ધ્વજ ફરકાવવામાં આવશે. બેંગલુરુમાં 50 ટકા લોકો રાજ્ય બહારના છે તેથી આપણા માટે આ દિવસની ઉજવણી કરવાનું અગત્યનું છે. આપણી કન્નડ ભાષાનું સન્માન થવું જોઈએ. 1 નવેમ્બરે ઈમારતો ઉપર કર્ણાટકનો ધ્વજ અનિવાર્ય રૂપે લહેરાવવો જોઈએ.”

જોકે, નાયબ મુખ્યમંત્રીએ સંતુલન કરવાના પ્રયાસ રૂપે કન્નડ ભાષાના કટ્ટર સમર્થકોને ચેતવણી પણ આપી કે તેમણે કાયદો હાથમાં લેવાનો નથી. તેમણે કહ્યું કે, હું કન્નડ સમર્થક સંગઠનોને ચેતવણી આપું છું કે તેઓ તે દિવસે કાયદો હાથમાં ન લે, પરંતુ એ અનિવાર્ય છે કે, તમામ સંસ્થાઓ અને કંપનીઓએ તે દિવસે (પહેલી નવેમ્બરે) કન્નડ ધ્વજ લહેરાવવો.

કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગત ફેબ્રુઆરીમાં એક વટહુકમ બહાર પાડ્યો હતો જે અનુસાર રાજ્યમાં તમામ વ્યવસાયી સંસ્થાનો અને કંપનીઓ માટે તેમના સાઈનબોર્ડનો 60 ટકા હિસ્સો કન્નડ ભાષામાં હોવો જોઈએ એવું ફરજિયાત બનાવ્યું હતું. સિદ્ધારમૈયા સરકારે ત્યારે કહ્યું હતું કે, જે લોકો આ કાયદાનું પાલન નહીં કરે તેમના લાઈસન્સ રદ કરી દેવામાં આવશે. જોકે, નોંધપાત્ર છે કે, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ વટહુકમનો અમલ સ્થગિત કરી દીધો હતો અને તેને વિચારણા માટે વિધાનસભામાં ખરડો રજૂ કરવો જોઈએ તેમ સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ ફાટેલી નોટ, ટેસ્ટી ટ્રીટ અને સ્પાઈસી મિક્સ્ચરઃ પોલીસે આવી રીતે ઉકેલ્યો ડ્રગ્સના ગોરખધંધાનો કોયડો

Back to top button