ઉત્તર ગુજરાતગુજરાત

“દેર આયે દુરસ્ત આયે” : કોંગ્રેસના ગોવાભાઇ હવે ભાજપના બન્યા, ધારણ કર્યો કેસરિયો

  • લોકસભા ચૂંટણી લઈને ભાજપ એ ખેલ પાડ્યો
  • ગોવાભાઈ ના ભાઈ જગમાલભાઈ અને પુત્રએ અનેક સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અગાઉ કોંગ્રેસના અનેક નેતાઓ એ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માલધારી સમાજના આગેવાન ગોવાભાઇ રબારી ને નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેસરી કેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

ડીસાના માર્કેટયાર્ડ ખાતે સોમવારે ગોવાભાઈ દેસાઈએ જન આશીર્વાદ સંમેલન યોજ્યું હતું. ભોજન સાથે યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસના અનેક સમર્થકો સાથે ગોવાભાઇએ કેસરી ખેસ ધારણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી હું રાજકારણમાં રહ્યો છું અને તમે મને મોટો કર્યો છે, પરંતુ આજે વિકાસનો દૌર ચાલી રહ્યો છે.

ત્યારે આપણે પણ તેમાં જોડાઈ જઈએ તેમ તેમને ઉમેર્યું હતું, જ્યારે ગોવાભાઇ દેસાઈએ ભાજપમાં કેસરિયો કરાવનાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ગોવાભાઇને ઉદેશીને જણાવ્યું હતું કે, “દેર આયે દુરસ્ત આયે”. જો વહેલા આવ્યા હોત તો ક્યાંક સરકારમાં બેઠા હોત. સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખો જ આવે છે, તેમ જણાવીને હમણાં ચૂંટણીમાં ટિકિટો વેચવાનો આરોપ તેમના જ પક્ષના લોકોએ લગાવ્યો હોવાનું કહ્યું હતું. ગોવાભાઇ તેમના સમાજ અને સમર્થકોને અધિકારો અપાવી શકતા ન હોય તેવી તેમની લાગણી હતી. જેથી તેમને ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે તેમની અને ભાજપની તાકાત વધે છે.

હવે આગામી લોકસભા ચૂંટણીમાં આ તાકાતનો પરચો બતાવવાનો છે. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આજે રીતસર કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમણે કોંગ્રેસના લોકો એમ કહેતા હતા કે, “રામ મંદિર વહી બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે” ત્યારે આપણા પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર એ જ જગ્યાએ બનાવ્યું છે.

પાટીલે કોંગ્રેસને એમ પણ કહી દીધું હતું કે, 2024 માં લલ્લુઓ રામ લક્ષ્મણના દર્શન માટે તેમની ટિકિટ બુક કરાવી લે. તેમણે નર્મદા યોજનાના વિલંબ માટે પણ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. ખેડૂતોની કોઈપણ યોજના કોંગ્રેસે બનાવી નહોતી. જ્યારે કોંગ્રેસના એક સમયના પ્રધાનમંત્રી દિલ્હીથી એક રૂપિયો મોકલતા, તેમાંથી 85 પૈસાનો ભ્રષ્ટાચાર થઈ જતો હતો, અને 15 પૈસા જ બચતા હતા. જ્યારે આજે કેન્દ્રમાં મોદી સરકાર વગર માંગે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 6,000 વચેટીયા વગર આપી રહી છે.

તેઓએ સંરક્ષણના સાધનો માટે પરાવલંબી ના રહેવું પડે તે માટે દેશમાં જ મિસાઈલ અને તોપ જેવા અનેક શસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ જન આશીર્વાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગોવાભાઇ સાથે તેમના ભાઈ જગમાલભાઈ અને પુત્ર સંજય રબારી અને સમર્થકો ભાજપમાં જોડાયા હતા.

સાંસદની ચૂંટણી લડાવવાની શક્યતા

છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં રહેલા ગોવાભાઇ દેસાઈ અગાઉ ડીસા અને ધાનેરામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મોટું માથું ગણાતું હતું. હવે જિલ્લામાં કોંગ્રેસ તૂટતી જઈ રહી છે. ગોવાભાઇએ કેસરિયો ધારણ કરવીને ભાજપ એ પોતાના કરી ગળે લગાવ્યા છે, ત્યારે આગામી 2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમને લડાવવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : કંડલાથી ગેસ ભરી રાજસ્થાન જતું ટેન્કર રતનપુરા પાસે પલટી જતા દોડધામ

Back to top button