કોંગ્રેસની પહેલી યાદી જાહેર, રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે
નવી દિલ્હી, 8 માર્ચઃ કોંગ્રેસે આજે લોકસભાની ચૂંટણી માટે તેની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પહેલી યાદીમાં રાહુલ ગાંધી સહિત 39 બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાહુલ ગાંધી ફરી એક વખત કેરળના વાયનાડથી ચૂંટણી લડશે. આ ઉપરાંત શશિ થરૂરને તિરુવનંતપુરમની ટિકિટ આપવામાં આવી છે. ડી કે સુરેશ બેંગલુરુ ગ્રામીણ બેઠક પરથી, જ્યારે કે.સી વેણુગોપાલ અલાપુઝાથી ઉમેદવારી કરશે.
આ વખતે કોંગ્રેસે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને પણ લોકસભામાં ઉમેદવાર બનાવાયા છે. બઘેલ રાજનંદગાંવ બેઠક પર ચૂંટણી લડશે.
In the first list of candidates for the 2024 Lok Sabha elections, Congress CEC has selected 39 names.
• 15 candidates are from the General category
• 24 candidates are from SC, ST, OBC and minority groups
• 12 candidates are below 50 years of age
• 8 candidates are in the… pic.twitter.com/YbH1dVuaLb— Congress (@INCIndia) March 8, 2024
કોંગ્રેસની લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી અનુસાર જ્યોત્સના મહંતને છત્તીસગઢની કોરબા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. વિકાસ ઉપાધ્યાય રાયપુર બેઠક પરથી લોકસભા લડશે, જ્યારે શ્રીમતી ગીતા શિવરાજકુમાર કર્ણાટકની શિમોગાથી ઉમેદવારી કરશે. કોંગ્રેસે હાસન બેઠક પર એમ. શ્રેયસ પટેલની ટિકિક આપી છે.
પ્રથમ યાદીમાં કોંગ્રેસે છત્તીસગઢની છ, કર્ણાટકની સાત, કેરળની 16, લક્ષ્યદ્વીપની એક, મેઘાલયની બે, નાગાલેન્ડની એક, સિક્કિમની એક, તેલંગણાની ચાર તથા ત્રિપુરાની એક બેઠક ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે.