ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે જેપી નડ્ડા સહિત ભાજપના 3 નેતાઓ સામે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે કારણ

Text To Speech

કર્ણાટક, 5 મે: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે ભાજપના ત્રણ અગ્રણી નેતાઓ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો શેર કર્યો છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ધમકી આપવામાં આવી રહી છે. કોંગ્રેસે આ વીડિયોને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે એનિમેટેડ વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ખોટી રીતે રજૂ કર્યા છે.

SC-STને લઈને વધ્યો વિવાદ

કોંગ્રેસે તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે ભાજપે અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ડરાવ્યા છે. આ સાથે જ રાહુલ ગાંધી અને સીએમ સિદ્ધારમૈયાના એનિમેટેડ વીડિયોનો ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટીને એક ચોક્કસ ધર્મની તરફેણ કરતો અને SC/ST અને OBC સમુદાયના સભ્યોને દબાવવા એનિમેટેડ વીડિયો શેર કર્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

મુખ્ય ચૂંટણી અધિકારીને કોણે લખ્યો પત્ર?

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા અને કોમ્યુનિકેશન હેડ રમેશ બાબુએ મુખ્ય ચૂંટણી અધિકારીને આ પત્ર લખ્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની લિંક અને પોસ્ટ પણ શેર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: MPમાં કોંગ્રેસને વધુ એક ફટકો: MLA નિર્મલા સપ્રે કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા

Back to top button