ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે મહાદેવને પણ બક્ષ્યા નહીં, ભ્રષ્ટાચાર કરીને તિજોરી ભરી- પીએમ મોદી

Text To Speech
  • સીએમ ભૂપેશ બઘેલ પર મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ 
  • મહાદેવ બેટિંગ એપ મુદ્દે રાજકારણ ગરમાયું

 

છત્તીસગઢ:  મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. આ મામલે ભાજપ હવે કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આજે દુર્ગમાં રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ સીએમ બઘેલ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકોએ મહાદેવના નામ પર પણ કૌભાંડ કર્યું. બઘેલે આ આરોપો પર જવાબ આપવો જોઈએ.

મહાદેવ બેટિંગ એપ મુદ્દે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. હવે ભાજપ બઘેલ પર લાગેલા ગંભીર આરોપોને લઈને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગમાં રેલીમાં કહ્યું કે, કોંગ્રેસે સટ્ટાબાજી દ્વારા જનતાના પૈસા લૂંટ્યા છે. તેમણે મહાદેવનું નામ પણ નથી છોડ્યું. બે દિવસ પહેલા જ રાયપુરમાં એક મોટી કાર્યવાહી થઈ હતી. લોકો કહી રહ્યા છે કે આ પૈસા સટોડિયાઓ અને જુગારીઓના છે જે તેમણે છત્તીસગઢના યુવાનો પાસેથી લૂંટીને એકઠા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ આ લૂંટેલા પૈસાથી ઘર ભરી રહ્યા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર ક્યાં જઈ રહ્યા છે તે ખબર નથી. છત્તીસગઢના લોકો પણ આ વાત નથી જાણતા. અહીંની કોંગ્રેસ પાર્ટીની સરકારના મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે ભ્રષ્ટાચારીઓ સાથે તેમના સંબંધો શું છે.

આ પણ વાંચો, મુકેશ અંબાણીને ચોથી વાર ધમકી મળી, શાદાબ ખાનના નામે આવ્યો ઈમેલ

Back to top button