ગોવામાં ગેરકાયદેસર બારના સંચાલનમાં કથિત રીતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીનું નામ સામે આવ્યા બાદ કોંગ્રેસે તેમના પર હુમલો કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું તે, એક મૃતક વ્યક્તિના નામનો દુરૂપયોગ કરી પોતાની તિજોરીઓ ભરવાથી વધુ નિર્લજ્જતા શું હોઈ શકે. તેમણે કહ્યું કે, તેમની વાહિયાત અને બેવડી માનસિકતા આજે આખો દેશ જોઈ રહ્યો છે.
તિજોરી ભરવાથી વધુ નિર્લજ્જતા શું હોઈ શકે?
પવન ખેરાએ જણાવ્યું કે, ગોવામાં સ્મૃતિ ઈરાનીની પુત્રી દ્વારા ચલાવવામાં આવતી ‘રેસ્ટોરન્ટ’ પર નકલી લાયસન્સ લેવાનો આરોપ છે. તે લાયસન્સ એક એવા વ્યક્તિના નામ પર છે, જેમનું મૃત્યુ મે 2021માં થયું અને લાયસન્સ જૂન 2022માં લેવામાં આવ્યું.
LIVE: Congress Party Briefing by Shri @Jairam_Ramesh and Shri @Pawankhera at AICC HQ.#स्मृति_ईरानी_चुप्पी_तोड़ो https://t.co/MWzZSJRbaj
— Congress (@INCIndia) July 23, 2022
કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીને બરતરફ કરવાની કરી માંગ
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે આવા નેતાઓના સમર્થકોના બાળકો નમાઝ અને હનુમાન ચાલીસા માટે લડે છે અને તેમના પોતાના બાળકો કાં તો વિદેશમાં અભ્યાસ કરે છે અથવા તમારા આશીર્વાદથી આવા ગેરકાયદે કૃત્યો કરે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્મૃતિ ઈરાનીને બરતરફ કરવાની માંગ કરી હતી.
આરોપોને ફગાવી દીધા
બીજી તરફ સ્મૃતિ ઈરાનીની પુત્રીના વકીલ કિરત નાગરાએ આરોપોને નકારી કાઢ્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમના ક્લાયન્ટ સિલી સોલ્સ ગોવા નામની રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા નથી કે તેમનું સંચાલન કરતા નથી અને તેમને કોઈપણ ઓથોરિટી તરફથી કારણ બતાવો નોટિસ મળી નથી. વકીલે કહ્યું, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓએ વાસ્તવિક તથ્યોની તપાસ કર્યા વિના એક મુદ્દાને સનસનાટીભર્યા બનાવવા માટે ખોટા પ્રચારનો આશરો લીધો છે.