ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલિસ્તાન વિવાદઃ કોંગ્રેસે કેનેડાની ટ્રુડો સરકારને રોકડું પરખાવ્યું

Text To Speech

કેનેડામાં ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે એક તરફ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધ વણસ્યા છે તે સમયે દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે ભારતનો પક્ષ લઇને કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારની ટીકા કરી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ વિવાદ અંગે જણાવ્યું કે, “કોંગ્રેસ હંમેશા માને છે કે, ત્રાસવાદ વિરોધી દેશની લડાઈમાં કોઈ સમાધન ન હોઈ શકે. ખાસ કરીને એવા ત્રાસવાદ સામે જેનાથી ભારતના હિતોને નુકસાન થતું હોય ત્યારે અમારા દેશના હિત અમારા માટે સર્વોચ્ચ છે.”

આ અગાઉ કેનેડા સરકારના પગલાં સામે ભારત સરકારે આજે તીવ્ર પ્રતિભાવ આપ્યો હતો અને કેનેડિયન દૂતાવાસના એક વરિષ્ઠ રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડી જવા આદેશ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે સવારે કેનેડિયન રાજદૂતને હાજર થવા આદેશ કર્યો હતો કેનેડાસ્થિત ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટી સામે તેમજ ટ્રુડો સરકારે ભારત ઉપર કરેલા આક્ષેપને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢીને કેનેડિયન રાજદ્વારીને દેશ છોડી જવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધ વણસ્યા

Back to top button