ગુજરાત

અમદાવાદના શાહઆલમમાં ફાયરિંગ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે નોંધાવી ફરિયાદ

Text To Speech
  • નકી આલમે તસ્લીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી
  • શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી
  • નકી આલમે તસ્લીમ આલમ સહિત 7 સામે ફરિયાદ કરી

અમદાવાદના શાહઆલામમાં ફાયરિંગ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે ફરિયાદ નોંધાવી છે. જેમાં જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોર્પોરેટર અને ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયુ હતુ. ત્યારે તસ્લીમ આલમના ભાઇ લકી સહિત 4 સામે ફરિયાદ થઇ છે. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં તસ્લીમ આલમના ભાઇ લકી આલમે ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલ કરી કમોસમી વરસાદની આગાહી

નકી આલમે તસ્લીમ આલમ સહિત 7 સામે ફરિયાદ કરી

નકી આલમે તસ્લીમ આલમ સહિત 7 સામે ફરિયાદ કરી છે. તસ્લીમ આલમે કરેલી ફરિયાદમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ નકી આલમ તરફથી ફરિયાદમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં બનેલ ફાયરિંગ અને મારામારીની ઘટનામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: સુરત જિલ્લા ભાજપ પ્રમુખનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, સાયબર સેલમાં ફરિયાદ કરી 

નકી આલમે તસ્લીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી

કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે તેના ભાઈ નકી આલમ સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ નકી આલમ તરફની તેના ભાઈ તસ્લીમ આલમ સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધાવી છે. જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મિઝી અને ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો દાવો કરાયો હતો. દરગાહ નજીકની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નકી આલમે તસનીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી. પરંતુ, CCTVમાં ફાયરિંગ થયાના કોઈ દ્રશ્યો મળ્યા નથી.

શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી

ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હોકી અને લાકડીઓથી થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, પિસ્તોલનો ઉપયોગ થયો છે, પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે FSLની મદદથી તપાસ કરાઈ રહી છે.

Back to top button