ગુજરાતચૂંટણી 2024મધ્ય ગુજરાત

છોટાઉદેપુરમા ભાજપે બુટલેગરનું સન્માન કરતા કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી

Text To Speech

છોટાઉદેપુર, 26 માર્ચ 2024, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જાહેર મંચ પરથી બુટલેગરનું સ્વાગત કરતાં મામલો વધુ ગરમ થયો છે. કોંગ્રેસે આ સન્માનને લઈને વિરોધ કર્યો છે અને ચૂંટણી પંચને ફરિયાદ કરીને તપાસ કરવા માટે માંગ કરી છે. છોટાઉદેપુરમાં ભાજપના કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસે એવી પણ માંગ કરી છે કે, આ બુટલેગરે ભાજપાના કમલમ માટે આપેલી જમીન અને તેની સામેના પોલીસ કેસો સાથે શું સંબંધ છે તેની તપાસ કરાવવામાં આવે અને આ જમીન ઉપર કમલમ બનાવવા માટેની મંજૂરી રદ કરવામાં આવે.

છોટાઉદેપુરની પોલીસે વર્ષ 2022માં ધરપકડ કરી હતી
કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા ડો. મનીષ દોશીએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં 23 માર્ચના રોજ ભાજપના કાર્યલયની જમીન ઉપર એક કાર્યક્રમ રાખીને આંતર રાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુન્હેગાર પિન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ એ ગુનેગાર છે કે જેની સામે છોટાઉદેપુરમાં આવતા જીલ્લાઓ અને તાલુકાઓના પોલીસ સ્ટેશનોમાં વિસ્તારમાં અંગ્રેજી દારૂનો કારોબાર ચલાવવા મુદ્દે આઠ ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનેગારનું સન્માન જ્યારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીએ કર્યું ત્યારે એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપનું કાર્યલય જ્યાં બની રહ્યું છે એ જમીન પણ આ બુટલેગરે આપી છે.આ બુટલેગરની છોટાઉદેપુરની બાહોશ પોલીસે વર્ષ 2022માં ધરપકડ કરી હતી અને જેલમાં નાખ્યો હતો. પરંતુ તેના થોડાક જ સમયમાં પોલીસ ઉપર એસીબી એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી શાખાના દરોડા પાડયા હતા.

આ પણ વાંચોઃગુજરાતમાં ભાજપના ત્રણ ઉમેદવારો સામે ભારે રોષ, પોરબંદર અને વલસાડમાં પોસ્ટર વોર

Back to top button