ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

કોંગ્રેસનો દાવો- ભારત પર 155 લાખ કરોડનું દેવું! શ્વેતપત્ર લાવવાની કરી માંગ

  • ‘ભારત પર 155 લાખ કરોડનું દેવું!: સુપ્રિયા શ્રીનેત, કોંગ્રેસ પ્રવક્તા
  • મોદી સરકારનો ‘આર્થિક ગેરવહીવટ’ જવાબદાર: શ્રીનેત
  • કોંગ્રેસ પ્રવક્તાએ કેન્દ્ર સરકારને લીધી આડેહાથ
  • ભાજપના શાસનમા દેશનું દેવું વધ્યું: કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસે શનિવારે એક ચોંકાવનારો દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષમાં ભારતનું દેવું ત્રણ ગણું વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. પાર્ટીએ અર્થવ્યવસ્થાની સ્થિતિ પર શ્વેતપત્ર લાવવાની માંગ કરી છે.

“મોદી સરકારમાં દેશ પર દેવાનો બોજ વધ્યો”

ધ હિંદુના અહેવાલ મુજબ, એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આરોપ લગાવ્યો કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ માટે મોદી સરકારનો ‘આર્થિક ગેરવહીવટ’ જવાબદાર છે. તેમણે દાવો કર્યો હતો કે મે 2014માં મોદીએ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દેશ પર 100 લાખ કરોડ રૂપિયાના દેવાનો બોજ વધુ વધ્યો છે.

PM મોદીએ ભારતની આર્થિક વૃદ્ધિનીને બરબાદ કરી: સુપ્રિયા શ્રીનેત

કોંગ્રેસના શ્રીનેતે કહ્યું, “ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, મોદી રાજકારણની બીજી બાજુએ ઉભેલા લોકોને અસમર્થ, અયોગ્ય અને ભ્રષ્ટ જાહેર કરીને દોષી ઠેરવતા હતા, આ જ વિશેષણો આજે તેમના અને તેમની સરકાર માટે સૌથી યોગ્ય લાગે છે.” તેમણે વધુમાં કહ્યું કે, ‘PM મોદીએ ભારતની આર્થિક વૃદ્ધિનીને બરબાદ કરીને, મોટા પાયે બેરોજગારી ઊભી કરીને અને મોંઘવારી વધારીને, ભારતના દેવામાં રૂ. 100 લાખ કરોડથી વધુનો વધારો કર્યા પછી અકલ્પનીય કામ કર્યું છે, જે ચિંતાજનક સ્તરે છે’

“ભારતનું દેવું 55 લાખ કરોડથી 155 લાખ કરોડ રૂપિયા થયું!”

કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે 2014માં ભારતનું દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું અને હવે તે 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 14 વડાપ્રધાનો હેઠળ 67 વર્ષમાં તે રૂ. 55 લાખ કરોડ હતો, જ્યારે PM મોદીના કાર્યકાળમાં રૂ. 100 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. શ્રીનેતે કહ્યું, ‘આર્થિક પ્રબંધન એ હેડલાઇન્સનું સંચાલન કરવા જેવું નથી. આ ટેલિપ્રોમ્પ્ટર દ્વારા કરી શકાતું નથી અને ચોક્કસપણે WhatsApp ફોરવર્ડ દ્વારા પણ કરી શકાતું નથી. અમે ભારતીય અર્થતંત્ર પર શ્વેતપત્રની માંગ કરીએ છીએ. તેમણે આડકતરી રીતે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકાર પોતાના હિસાબે માધ્યમોમાં સમાચારો પ્રસારિત કરાવે છે.

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘શું ભારતની સ્થિતિ તેના પાડોશીઓ જેમ કે શ્રીલંકા અને પાકિસ્તાન જેવી છે?’ તો તેમણે કહ્યું કે, ‘ભારતના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત છે.’ તેમણે કહ્યું, ‘આપણા દેશનો પાયો મજબૂત છે, પરંતુ મોદી સરકાર દરરોજ ધીમે ધીમે તેને નષ્ટ કરવાનું કામ કરી રહી છે.’

દેશના ધનિકોએ ઓછો GST ચુકવ્યો: કોંગ્રેસ પ્રવક્તા

શ્રીનેતે એવો પણ દાવો કર્યો હતો કે 50 ટકા ભારતીયો કે જેઓ દેશની 3 ટકા સંપત્તિ ધરાવે છે, તેઓએ GST કલેક્શનના 64 ટકા ચૂકવ્યા છે. તો બીજી તરફ દેશના 80 ટકા સંસાધનોની માલિકી ધરાવનાર સૌથી ધનિક 10 ટકા લોકો માત્ર 3 ટકા જીએસટી ચૂકવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “CAGના રિપોર્ટ મુજબ, 2019-20માં સરકારી દેવું જીડીપીના 52.5 ટકા હતું અને તે વર્ષે ઋણ સ્થિરતા નકારાત્મક થઈ ગઈ હતી.

આ પણ વાંચો: વિનેશ ફોગાટે કહ્યું- ‘પીએમના મૌનથી દુખી છું’, ‘મીટિંગમાં રમતગમત મંત્રી મોબાઈલનો ઉપયોગ કરતા હતા’

  

Back to top button