ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે “ન્યાય યાત્રા”નું નામ બદલી “ભારત જોડો ન્યાય યાત્રા” કર્યું, અહીં જાણો રુટ

  • 14 જાન્યુઆરીની કોંગ્રેસ પાર્ટી દ્વારા શરુ થનાર “ન્યાય યાત્રા”નું નામ બદલીને “ભારત જોડો ન્યાય યાત્રા” રાખવામાં આવ્યું છે. આ યાત્રા દેશના 15 રાજ્યોમાંથી પસાર થવાની છે.

નવી દિલ્હી, 04 જાન્યુઆરી: કોંગ્રેસ પાર્ટીએ પોતાની યાત્રાનું નામ બદલી નાખ્યું છે. આ યાત્રાનું નામ હવે “ભારત જોડો ન્યાય યાત્રા” રહેશે. આ યાત્રા હવે 14 રાજ્યોને બદલે 15 રાજ્યોમાંથી પસાર થશે. આ યાત્રા મણિપુરની રાજધાની ઈમ્ફાલથી 14 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે શરૂ થશે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હવે 6200 કિલોમીટરને બદલે 6700 કિલોમીટરનું અંતર કાપશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

 

ગઠબંધનના સહયોગી પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

  • તેમણે કહ્યું કે આ એક હાઇબ્રિડ યાત્રા હશે જેમાં લોકો પગપાળા ચાલશે અને બસનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આ યાત્રા માટે ઈન્ડી ગઠબંધના તમામ પક્ષો તેમજ નાગરિક સમાજ અને રાજ્યોના નાના પક્ષોને આમંત્રિત કરીએ છીએ.

તેમણે કહ્યું કે મણિપુરમાં આ યાત્રા 107 કિમીનું અંતર કાપશે. અહીં આ યાત્રા 4 જિલ્લાની 2 લોકસભા અને 11 વિધાનસભા મતવિસ્તારને આવરી લેશે. જયરામ રમેશે કહ્યું, ‘મણિપુર પછી તેઓ નાગાલેન્ડ, પછી આસામ, અરુણાચલ પ્રદેશ અને પછી પાછા આસામ અને ત્યાંથી મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, યુપી, ગુજરાત અને મહારાષ્ટ્ર આવશે.’

ભારત જોડો ન્યાય યાત્રાની વિગતો

 

  • નાગાલેન્ડમાં આ યાત્રા અંતર્ગત 257 કિલોમીટરનું અંતર બે દિવસમાં કાપવામાં આવશે. અનેક જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
  • આસામમાં 8 દિવસમાં આ યાત્રા 17 જિલ્લાઓને આવરી લેશે.
  • પશ્ચિમ બંગાળમાં આ યાત્રા 5 દિવસમાં 523 કિલોમીટરનું અંતર કાપશે. કુલ 7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
  • ઝારખંડમાં આ યાત્રા 8 દિવસમાં 804 કિલોમીટરનું અંતર કાપશે. કુલ 13 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
  • ઓડિશામાં આ યાત્રા 4 દિવસમાં ચાર જિલ્લાઓને આવરી લેશે અને કુલ 341 કિલોમીટરનું અંતર કાપશે.
  • બિહારમાં આ યાત્રા 4 દિવસમાં 425 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા કુલ 7 જિલ્લાઓમાંથી પસાર થશે.
  • ઉત્તર પ્રદેશમાં આ યાત્રા 11 દિવસમાં 10 જિલ્લાઓને આવરી લેશે અને મહત્તમ 1074 કિલોમીટરનું અંતર કાપશે.
  • છત્તીસગઢમાં આ યાત્રા 5 દિવસમાં 436 કિમીનું અંતર કાપશે અને 7 જિલ્લાઓને આવરી લેશે.
  • ગુજરાતમાં 7 જિલ્લાઓને આવરી લેશે અને કુલ 445 કિમીનું અંતર કાપશે.
  • રાજસ્થાનમાં આ યાત્રા એક દિવસમાં બે જિલ્લાને આવરી લેશે અને કુલ 128 કિલોમીટરનું અંતર કાપશે.
  • મહારાષ્ટ્રમાં આ યાત્રા 480 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 5 દિવસમાં 7 જિલ્લાઓ આવરી લેવામાં આવશે.

જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશના કુલ 110 જિલ્લાઓને આવરી લેશે. આ યાત્રા 100 લોકસભા અને 337 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.

આ પણ વાંચો: ઉદ્ધવ જુથે કોંગ્રેસને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની સલાહ આપી, કોંગ્રેસ હવે શું કરશે?

Back to top button