ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કોંગ્રેસના ઉમેદવાર મહિલાને થપ્પડ મારતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ

  • કોંગ્રેસના ઉમેદવાર જીવન રેડ્ડી તેલંગાણાની નિઝામાબાદ લોકસભા બેઠર પરથી લડી રહ્યા છે ચૂંટણી
  • ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે એક મહિલાને થપ્પડ મારતા જોવા મળ્યા
  • નિઝામાબાદ લોકસભા બેઠક પર ચોથા તબક્કામાં એટલે કે 13મે ના રોજ મતદાન

તેલંગાણા, 4 મે: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. તમામ ઉમેદવારો અને મોટા નેતાઓ આ દિવસોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પીએમ મોદી, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસે તેલંગાણા રાજ્યની નિઝામાબાદ લોકસભા સીટ પરથી જીવન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. જીવન રેડ્ડીનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણીનો સમય હોવાથી જીવન રેડ્ડી પણ પ્રચાર માટે અલગ-અલગ સ્થળોએ ફરી રહ્યા છે અને લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.

જીવન રેડ્ડીએ મહિલાને થપ્પડ માર્યાનો વીડિયો થયો વાયરલ

ચૂંટણી પ્રચાર દરમિયાન જીવન રેડ્ડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીવન રેડ્ડી એક મહિલાને થપ્પડ મારતા જોવા મળે છે. ચૂંટણી પ્રચાર માટે ગયેલા જીવન રેડ્ડી સામે એક મહિલા ઉભી છે અને બાજૂમાં લોકો વાતો કરી રહ્યા છે. આ સમયે કોંહગ્રેસ નેતા આ મહિલાને થપ્પડ મારતો વીડિયોમાં જોવા મળે છે. ત્યાર બાદ બાજૂમાં ઉભેલા લોકો હસતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે જીવન રેડ્ડીએ મહિલાને પૂછ્યું કે તે કોને વોટ આપવા માંગે છે, તો મહિલાએ કહ્યું કે તે ફૂલના નિશાનને એટલે કે બીજેપીને વોટ કરવા માંગે છે. આના પર જીવન રેડ્ડીએ મહિલાને થપ્પડ મારી હતી.

અહીં જૂઓ વીડિયો:

મહિલા કોંગ્રેસથી નારાજ હોવાથી ભાજપને મત આપવાની ઈચ્છા વ્યક્ત કરી

નિઝામાબાદ લોકસભા સીટ પર ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ મતદાન થશે. આ ઘટના અરમૂર વિધાનસભા ક્ષેત્રમાં બની હતી. જ્યાં કોંગ્રેસના નેતાઓ તેમના કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યા હતા. મહિલાએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપ્યો હતો. આ પછી મહિલાએ કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મહિલાએ જણાવ્યું કે તેને પેન્શનની સુવિધા મળી નથી.

આ પણ વાંચો: આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર યુવકે જૂતું ફેંક્યું, વીડિયો થયો વાયરલ

Back to top button