ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત, ગઠબંધન માટે સમય નથીઃ નીતિશ કુમાર

Text To Speech
  • નીતિશ કુમારે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા
  • કોંગ્રેસ ચૂંટણીમાં વ્યસ્ત છે, તેના કારણે ગઠબંધનની કામગીરી પ્રભાવિત થઇ રહી છે
  • મીડિયા પર પણ કટાક્ષ કર્યો હતો

પટણાઃ  સીએમ નીતિશ કુમારે આજે પટનામાં CPIની ભાજપ હટાવો દેશ બચાવો રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસને INDI ગઠબંધનની ચિંતા નથી. કોંગ્રેસ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. તેમના કારણે મહાગઠબંધનની કામગીરી આગળ વધતી નથી. હાલમાં ગઠબંધન પહેલાં જેવું સક્રિય નથી. અમે કોંગ્રેસને ગઠબંધનમાં આગળ રાખવા માંગીએ છીએ. પણ કોંગ્રેસ પાસે ગઠબંધન માટે સમય નથી. હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આ વિશે વાત થશે.

સીએમ નીતિશે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે દેશમાં જે સરકાર છે તેને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપ દેશનો ઈતિહાસ બદલવા માંગે છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે વિખવાદ ઊભો કરવા માંગે છે. અમે 2007થી આનો સામનો કરી રહ્યા છીએ. અમે બિહારમાં 95 ટકા લોકોને એક કર્યા છે. આ સાથે તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીને લઈને પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમારો તેમની સાથે જૂનો સંબંધ છે.

મીડિયા પર કટાક્ષ કર્યો

રેલીને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રીએ મીડિયાને પણ ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે બિહારમાં જે કામ થઈ રહ્યું છે તે આજે ક્યાં છપાઈ રહ્યું છે? CPIએ બિહારમાં 5 વર્ષ બાદ આટલી મોટી રેલીનું આયોજન કર્યું છે. અગાઉ 2018માં ગાંધી મેદાન ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, વિન્ટરમાં ન થાય વિટામીન-એની કમી, તે માટે રોજ ખાવ આ શાક

Back to top button