નેશનલ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Text To Speech

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને અથાણી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોલાર બેઠક પરથી કોથુરજી મંજુનાથને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા કર્ણાટક કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 25 માર્ચે જ 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જ્યારે 42 ઉમેદવારો ધરાવતી બીજી યાદી 6 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી.

આરકે રમેશ બેંગ્લોર સાઉથથી ઉમેદવાર હશે

ત્રીજી યાદી મુજબ શ્રીનિવાસ કારિયાનાને શિમોગા ગ્રામ્ય બેઠક પરથી અને એચસી યોગેશને શિમોગા બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે. બેલ્લારીથી પાર્ટીએ નારા ભરત રેડ્ડીને ટિકિટ આપી છે. પાર્ટીએ ચિક્કાબલ્લાપુર સીટ પરથી પ્રદીપ ઈશ્વર ઐયર, બેંગ્લોર સાઉથથી આરકે રમેશ, હાસન સીટથી બનવાસી રંગાસ્વામી અને કે.કે. હરીશ ગૌડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડીકે શિવકુમાર કનકપુરાથી અને સિદ્ધારમૈયા વરુણા બેઠક પરથી ચૂંટણી લડશે. જોકે, સિદ્ધારમૈયાએ કોલાર બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યાંથી પાર્ટીએ હવે કોથુરજી મંજુનાથને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ અને જેડીએસે પણ યાદી જાહેર કરી 

ભાજપે મંગળવારે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. બીજી તરફ 12 એપ્રિલે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જનતા દળ (એસ) એ પણ તેના ઉમેદવારોની બે યાદી બહાર પાડી છે. અગાઉ જેડી(એસ) એ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ 93 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. શુક્રવારે JDSએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં 50 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : IPL 2023: જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર પરત ફરવાને લઈને BCCIએ આપ્યું અપડેટ

Back to top button