ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણામાં કોંગ્રેસનું AAP સાથે ગઠબંધન, 9 બેઠકો ઉપર લડશે ચૂંટણી

Text To Speech
  • અગાઉ કોંગ્રેસ રાજ્યમાં એકલા હાથે લડતી હતી
  • ભાજપ અને આપ બંને અગાઉ અલગ અલગ પક્ષો સાથે જોડાઈ ગયા છે
  • આમ આદમી પાર્ટી એક બેઠક ઉપર લડશે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી : હરિયાણામાં એકસાથે લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સમજૂતી થઈ છે. કોંગ્રેસ હરિયાણામાં દસમાંથી નવ બેઠકો પર ચૂંટણી લડશે. હરિયાણાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આ પહેલા તે એકલા ચૂંટણી લડી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને આમ આદમી પાર્ટી ગઠબંધન હેઠળ ચૂંટણી લડી ચૂક્યા છે. ક્યારેક ભાજપે INLD સાથે તો ક્યારેક હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે ચૂંટણી લડી. વર્ષ 2019માં આમ આદમી પાર્ટીએ જનતા જનનાયક પાર્ટી (JJP) સાથે ચૂંટણી લડી હતી. કોંગ્રેસ અને AAP વચ્ચે સમજૂતી હોવા છતાં સ્પર્ધા સરળ નહીં હોય.

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ ગત લોકસભા ચૂંટણીમાં ફરીદાબાદ, અંબાલા અને કરનાલ સીટ પરથી પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ત્રણેય જગ્યાએ પાર્ટીની સિક્યોરિટી ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. કુરુક્ષેત્રમાં કોંગ્રેસની સ્થિતિ પણ એટલી સારી નહોતી. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર નિર્મલ સિંહને 24.7 ટકા વોટ મળ્યા જ્યારે બીજેપી સાંસદ નાયબ સિંહ સૈનીને 56.0 ટકા વોટ મળ્યા હતા જયારે કે જેજેપી-આપને 5.6 ટકા વોટ મળ્યા હતા.

Back to top button