ગુજરાત વિધાનસભા પ્રમાણે વર્ષ ૨૦૨૨ના બે વર્ષમાં ૩૭૦ કરોડથી વધુ ડ્રગ્સ પકડાયું હતું. તેની સરખામણીમાં વિધાનસભા પ્રમાણે વર્ષ ૨૦૨૩ના બે વર્ષમાં વધીને ૪૦૫૮ કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં છેલ્લે એક વર્ષમાં ૩૬૮૭ કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ અને નશીલા પદાર્થના ગુનામાં સજા અપાવવાનો દર ૨.૬૬% થી ઘટી ૧% થયો છે. તેમજ ગુના નોંધાયા તે બમણા થયા છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઉદ્ગમ સ્કૂલની કરોડોના ફી ઉઘરાણી કર્યાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા
છેલ્લા એક વર્ષ માં ૩૬૮૭,૭૬૨૨,૪૮૪ રૂપિયાનું વધુ ડ્રગ્સ પકડાયું
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મોટા પ્રમાણ કથળી રહી છે. વર્ષ ૨૦૨૨માં વિધાનસભા માં આપેલ આંકડા કરતા વર્ષ ૨૦૨૩ માં ગુજરાત રાજ્યમાં ૧૧ ઘણું વધુ ડ્રગ્સ પકડાયું છે. વર્ષ ૨૦૨૨માં વિધાનસભામાં છેલ્લા બે વર્ષ માં ૩૭૦, ૨૫૪, ૮૫૬૨ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. તેવી વિગત આપવામાં આવી હતી. ૧૧ માર્ચ ૨૦૨૩ સરકાર દ્વારા વિધાનસભામાં વિગત પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૪૦૫૮,૦૧૭૧,૦૪૬ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. બન્ને વિગતોની સરખામણીમાં છેલ્લા એક વર્ષ માં ૩૬૮૭,૭૬૨૨,૪૮૪ રૂપિયાનું વધુ ડ્રગ્સ પકડાયું છે.
ગુજરાત રાજ્યનું ભાવિ એવા યુવાનો તરુણો ડ્રગ્સના દોઝખમાં
ગુજરાત મોડેલની વાહવાહી લૂંટતા સરકાર અને ભાજપના આગેવાનો શું આ પ્રકારના મોડેલની વાત કરતા હતા. જ્યાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોય? ઊડતા પંજાબની જેમ આવનારા સમયમાં ઊડતા ગુજરાત જેવા ચલચિત્રના બને તેવી ચિંતા થાય છે. ગુજરાત રાજ્યનું ભાવિ એવા યુવાનો તરુણો ડ્રગ્સના દોઝખમાં ભવિષ્ય બરબાદ ન કરે તેવી પણ એક નાગરિક તરીકે ચિંતા થાય છે. ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના ગુનામાં ઓછો સજા દર સરકારની સંવેદનશીલતા ઉપર સવાલ ઊભો કરે છે. રાજ્યસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે ૨૦૧૮માં ૧૫૦ ગુના સામે ૪ ગુનામાં સજા થઈ, ૨૦૧૯ માં ૨૮૯ ગુના સામે ૩ ગુનામાં સજા થઈ અને ૨૦૨૦માં ૩૦૮ ગુના સામે ૪ ગુનામાં સજા થઈ જે દર્શાવે છે. ગુના નોંધાવાનો દર બમણો થયો છે અને સજા દર ૨.૫% થી ઘટી અને ૧% થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દેશમાં ડ્રગ્સ અને નાર્કોટિક્સના ગુનામાં સજા દર ૭૭.૯% છે. તેની સરખામણીમાં ગુજરાતમાં ખુબ ઓછો છે.
ડ્રગ્સ માફિયાઓને કોણ શરણ આપી રહ્યું છે
ગુજરાત રાજ્યમાં કથળતી કાયદો વ્યવસ્થા માટે ગૃહમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. ગુજરાત રાજ્યમાં વધતા ડ્રગ્સના દૂષણને રોકવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. ગુજરાતમાં હજારો કરોડના ડ્રગ્સ સંબધિત ગુનાખોરી થઈ રહી છે પણ સરકાર મોટા માથાને પકડવામાં સફળ થઈ ખરી? તે સવાલ સમગ્ર ગુજરાતની જનતામાં ઉછળી રહ્યો છે. ડ્રગ્સ માફિયાઓને કોણ શરણ આપી રહ્યું છે અને કોના ઇશારે આ ગુનાખોરીનો વધારો થઈ રહ્યો છે તેમની ઉપર કડક કાર્યવાહીની જરૂર છે.