ગુજરાત: રાજકોટની 31 વર્ષીય યુવતી પૂજા જોશીએ હિમાચલના કુલ્લુ-મનાલીમાં પીરપંજાલ પર્વતમાળાનું 17,346 ફૂટની ઊંચાઈ પર આવેલ બર્ફીલુ શિખર માઉન્ટ ફ્રેન્ડશીપ સર કર્યું હતું. તેની સાથે 6 સભ્યોની ટીમ પણ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઉલ્લેખન્ય છે કે પર્વતારોહણ શરૂ કર્યાના માત્ર 6 કલાક અગાઉ બરફવર્ષા થવાને કારણે લપસણું તેમજ કઠિન બન્યું હતું છતાં પણ પૂજા જોશીની ટીમે પ્રબળ મનોબળનું પ્રદર્શન કરી બરફાથી પથરાયેલુ શિખર સર કર્યું હતુ.
આકરી તાલીમ બાદ ચઢાણ કર્યું
આ અંગે પૂજા જોશી મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું રાજકોટની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આ પર્વતારોહણ એક્સપેડિશનનું આયોજન અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્વિન્સીબલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફેબ્રુઆરીમાં માસમાં 8 લોકોની ટીમમાં મારુ પણ સિલેકશન થયું હતું અને ત્યાર બાદ 90 દિવસની આકરી તાલીમ બાદ અમને અંતિમ ચઢાણ માટે મોકલવામાં આવ્યા હતા.
પર્વતારોહણ કુલ 8 દિવસનું હતું
પુજા અને તેની ટીમે અમદાવાદથી 24મી મેનાં દિવસે 8 લોકોની ટીમ મનાલી પહોંચી હતી. આ પર્વતારોહણ કુલ 8 દિવસનું હતું જેમાં પહેલા દિવસે મનાલીમાં અમારી ટીમ 5500 ફૂટ પહોંચી હતી અને જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ બકરથાચ કેમ્પ સુધી પહોંચ્યા હતા. ત્રીજા દિવસે 12800 ફૂટ પર આવેલ કેમ્પ લેડી લેગ કેમ્પસાઇટ પર અમારી ટીમ પહોંચી હતી. ચોથા અને પાંચમા દિવસે ટ્રેનિંગ લઈ છેવટે છઠ્ઠા દિવસે રાત્રે 11 વાગે નીકળી સતત 11 કલાકની ચઢાઈ બાદ તારીખ 31મી મે, 2022ની સવારે 10:00 એ મારા સહિત 6 લોકોએ પીરપંજાલ પર્વતમાળાનું 17,346 ફૂટની ઊંચાઈ પર આવેલ બર્ફીલુ શિખર માઉન્ટ ફ્રેન્ડશીપ સર કર્યું હતું અને ટોચ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ તો મારા મમ્મી પારૂલબેન તથા પપ્પા ગીજુભાઈ જોશી અને પરિવારજનોનો મને ખુબ જ મદદ કરી છે. કારણ કે આવા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરવો ખુબ જ મુશ્કેલ છે. છતાં તેમણે મને આ કપરા ચઢાણમાં સાહસ દેખાવમાં માટે અનુમતિ આપી હતી.