ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં કોંગો ફીવરે ફરી માથું ઉચક્યાનાં અણસાર, તંત્ર થયું દોડતું

Text To Speech

કોરોનાનાં ખપ્પરમાંથી ધીમેધીમે બહાર આવી રહેલ દેશ-દૂનિયાની સાથે સાથે ગુજરાત માટે પણ સાપ્રાંત સમય થોડો રાહનો કહી શકા. જો કે, જે રીતે દેશનાં અન્ય રાજ્યમાં કોરોનાનાં નવા વરિઅન્ટ દ્વારા ફરી સ્થિતિને બાનમાં લેવામાં આવી રહી છે તે જોતા કહી શકાય કે કોરોના સંકટ હજુ સાવ ટળ્યુ નથી જ. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગો ફીવર પોતાનો કહેર વરસાવાની તૈયારીમાં હોય તેવા માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

જી હા, ગુજરાત રાજ્યનાં ભાવનગરમાં ફરી જીવલેણ કોંગો ફીવરે માથું ઊંચક્યું હોવાનું સામે આવી રહ્યું છે. લગભગ અઢી વર્ષ બાદ ભાવનગર જિલ્લામાં જીવલેણ કોંગો ફીવરે માથું ઊંચક્યું છે. અઢી વર્ષ બાદ કોંગો ફીવરથી સિંહોરનાં રામધરી ગામ ની 55 વર્ષીય મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું છે. જો કે રિપોર્ટ આવે તે પહેલા જ મહિલાનું મોત થતા પરિવારમાં ભયનો માહોલ છે.

કોંગો ફીવરના શંકાસ્પદ કેસ હોવાની આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારના તકેદારી લેવામાં આવી રહી છે અને શંકાસ્પદ જણાતા દર્દીના ગામોમાં પહોંચી પરિવારજનોને તાવ, ઉધરસ, શરીદી સહિતની આરોગ્ય વિભાગ તપાસ કરી અને ઘરની આજુબાજુ અને ગામમાં દવાનો છંટકાવ કરવો, લોકોની આરોગ્ય તપાસ કરવી પશુપાલન વિભાગ સાથે રાખી લોકોને ઈતરડીઓ કે જેના લીધે રોગ થાય તેનો નાશ કરવા સહીતની કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે જન જાગૃતિ ઝુંબેશ હાથ ધરી આ અંગે ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ. કે. તાવિયાડે જણાવ્યું હતું કે શંકાસ્પદ કોંગો ફીવરના કેસમાં રામધરી ગામની 55 વર્ષીય મહિલાનું મોત થયું છે જેનો સેમ્પલ લઈ પુણે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે, બાકી આરોગ્ય ની ટિમ સ્થળે પર જઈ તમામ કામગીરી હાથ ધરી છે.

Back to top button