- 25 ઉમેદવારોનું એક જ બેંક એકાઉન્ટ હોય તેવુ સામે આવ્યુ
- ગૌણ સેવા પસંદગી મંડળે 12,597 ઉમેદવારોનું પેમેન્ટ અટકાવ્યું
- રૂ.254ની ચુકવણી હાલ પુરતી સ્થગિત રાખી છે
જુનિયર ક્લાર્કની ભરતીમાં અનેક ઉમેદવારોનું બેંક એકાઉન્ટ સરખુ આવ્યુ છે. જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ઉમેદવારદીઠ રૂ.254ની ચુકવણીમાં ગરબડો બહાર આવતા ગૌણ સેવા પસંદગી મંડળે પેમેન્ટ અટકાવ્યુ છે. તેમજ તલાટીની પરીક્ષા માટે ખાસ ટ્રેન દોડાવાશે. તથા ગૌણ સેવા પસંદગી મંડળે 12,597 ઉમેદવારોનું પેમેન્ટ અટકાવ્યું છે. તેમજ એક બેંક એકાઉન્ટમાં એક કરતા વધુ ઉમેદવારોના નામો મળી આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની પ્રિ-ઇવેન્ટ્સ 4 ઝોનમાં યોજાશે
એક બેંક એકાઉન્ટમાં એક કરતા વધુ ઉમેદવારોના નામો
જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ઉમેદવારદીઠ રૂ.254ની ચુકવણીમાં ગરબડો બહાર આવતા ગૌણ સેવા પસંદગી મંડળે પેમેન્ટ અટકાવ્યુ છે. એક બેંક એકાઉન્ટમાં એક કરતા વધુ ઉમેદવારોના નામો મળી આવ્યા છે. આ પ્રકારના 12,597 ઉમેદવારો હોવાથી ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ટાણે આપવાના થતા રૂ.254ની ચુકવણી હાલ પુરતી સ્થગિત રાખી છે.
25 ઉમેદવારોનું એક જ બેંક એકાઉન્ટ હોય તેવુ સામે આવ્યુ
7મી મેના રોજ પંચાયત તલાટીની ભરતી માટે પરીક્ષા યોજાશે. તેના માટે ખાસ રેલ્વે ટ્રેન દોડાવાશે તેમ કહેતા પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે ઉપરોક્ત વિગતો જાહેર કરી હતી. તેમણે કહ્યુ કે, તલાટીની પરીક્ષા માટે 8.19 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા છે. તાજેતરમાં લેવાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં બોર્ડે પરીવહન ખર્ચ પેટે ઉમેદવારદિઠ 254 રિફંડ આપવાનું નક્કી કર્યુ હતુ. એ પરીક્ષામાં રિફંડ લેવા માટે એક લાખ ઉમેદવારો બેંક ડિટેલ્સ આપી નહોતી.
એક એકાઉન્ટમાં એકથી વધુ ઉમેદવારો હોવાને કારણે 12,597નું પેમેન્ટ રોકવામાં આવ્યુ
અત્યાર સુધીમાં 2.64 લાખ ઉમેદવારોને રિફંડ આપી દેવાયુ છે. જ્યારે 7,700 ઉમેદવારોના એકાઉન્ટમાં ક્ષતિ રહેવાને કારણે પેમેન્ટ પરત આવ્યુ છે. 25 ઉમેદવારોનું એક જ બેંક એકાઉન્ટ હોય તેવુ સામે આવ્યુ છે. આવા કુલ 375 ઉમેદવારો મળ્યા છે. પરંતુ, એક એકાઉન્ટમાં એકથી વધુ ઉમેદવારો હોવાને કારણે 12,597નું પેમેન્ટ રોકવામાં આવ્યુ છે. જેનો નિર્ણય ચકાસણીને અંતે થશે.