એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

NEET UGમાં ગરબડ! NTAએ હાથ ઊંચા કરી દેતા ઉમેદવારોએ SCના દરવાજા ખખડાવ્યા

  • ઘણા ઉમેદવારોએ NEET-UGની પરીક્ષા નવેસરથી આયોજિત કરવાની માગણી કરી

નવી દિલ્હી, 7 જૂન: NEET UG 2024 પરીક્ષાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઘણા ઉમેદવારોએ NEET-UG, 2024ની પરીક્ષા નવેસરથી આયોજિત કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પરીક્ષા 5મી મેના રોજ લેવામાં આવી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 5 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ તમામ આરોપો પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે અને પોતાને સુઘડ અને સ્વચ્છ(Neat And Clean) ગણાવી છે.

 

પેપર લીકના ઘણા કિસ્સા અરજદારોના ધ્યાન પર આવ્યા હતા. ઉમેદવારો એવી દલીલ કરી છે કે, કથિત NEET પેપર લીક બંધારણના અનુચ્છેદ 14માં સમાવિષ્ટ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે કેટલાક ઉમેદવારોને અન્યો કરતાં અન્યાયી લાભ આપે છે જેમણે પરીક્ષાને યોગ્ય રીતે લેવાનું પસંદ કર્યું હતું. માત્ર પેપર લીક જ નહીં, પરીક્ષાને લઈને ઉમેદવારોએ અન્ય ઘણા આક્ષેપો કર્યા છે.

બોનસ નંબરો પર NTAએ શું કહ્યું?

NEET પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ઉચ્ચ કટઓફ અને વળતરના ગુણ(Compensatory Marks) અંગે સ્પષ્ટતા આપતાં, NTAએ કહ્યું કે, આ માટે હાઈકોર્ટમાં અનેક રિટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં પંજાબ અને હરિયાણા, દિલ્હી અને છત્તીસગઢની અદાલતોએ પરીક્ષામાં લોસ ઓફ ટાઈમ પર ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં, 5 મેના રોજ NEET UGના આયોજન દરમિયાન, કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મોડું થયું હતું. NTAને સબમિટ કરવામાં આવેલી આ ફરિયાદોનું નિરાકરણ કરવાનો નિર્ણય કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી લેવામાં આવ્યો હતો. NTAએ પરીક્ષા અને શિક્ષણના ક્ષેત્રના જાણીતા નિષ્ણાતોની બનેલી ફરિયાદ નિવારણ સમિતિની રચના કરી, જેથી આવી ફરિયાદો/પ્રતિનિધિત્વો પર વિચાર કરી શકાય અને તેની ભલામણો સબમિટ કરી શકાય.

 

એક જ પરીક્ષા કેન્દ્રમાંથી આટલા ટોપર્સ કેવી રીતે?

NEET-UG 2024ના કેટલાક ટોપર્સ એક જ કેન્દ્રમાંથી હોવાના જવાબમાં, NTAના સૂત્રો જણાવે છે કે, એવા ઉમેદવારોના NEET-UG પરિણામ અંગે કેટલીક ગેરસમજ ઊભી થઈ છે, જેઓએ 720/720 માર્કસ મેળવ્યા છે અને જેઓ એક જ કેન્દ્રના છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ પરીક્ષા કેન્દ્રના ઉમેદવારોને વળતરના ગુણ આપવામાં આવ્યા હોવા છતાં, આ ચોક્કસ ઉમેદવારો નૉર્મલાઈઝેશન(Normalization) દ્વારા તેમના ગુણના સમાયોજન પહેલા જ ઉચ્ચ સ્કોરર હતા. તદુપરાંત, બોનસ માર્ક્સે તેમના ગુણને આર્ટિફિશિયલ રીતે વધાર્યા ન હતા પરંતુ સ્ટેસ્ટિક ફોર્મ્યુલા(આંકડાકીય સૂત્ર)નો ઉપયોગ કરીને પરીક્ષાના સમયના નુકસાનના આધારે ગુણ આપવામાં આવ્યા હતા.

આ પણ જુઓ: AIથી તપાસ કરાતાં ગુજરાત સહિત દેશભરની અંદાજે CBSEની 500 સ્કૂલોના પ્રેક્ટિકલ માર્ક્સમાં ગોલમાલ

Back to top button