નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન શું ખાવું કન્ફ્યુઝ છો? આ રહ્યા ઓપ્શન
- જો તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળાહાર બનાવીને પણ તમારી હેલ્થનું ધ્યાન રાખવા માંગતા હોવ તો કેટલીક એવી વાનગીઓ બનાવી શકો છો, જે ખાવાથી તમને ઉપવાસમાં પણ એનર્જી ટકેલી રહેશે
આખા દેશમાં દરેક જગ્યાએ શારદીય નવરાત્રિની ધૂમ દેખાય છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. 23 ઓક્ટોબર સુધી નવરાત્રિનો તહેવાર ચાલશે. આ ખાસ નવ દિવસો દરમિયાન વિવિધ સ્થળોએ મા દુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન લોકો સાચા હૃદયથી માતાજીની પૂજા અને ઉપવાસ પણ કરે છે.
એવું માનવામાં આવે છે કે નવરાત્રિના આ દિવસોમાં માતાની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રિ દરમિયાન લોકોને સાત્વિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉપવાસ રાખનારાઓ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ, જે ખાધા પછી હેલ્થ બગડે નહીં. જો તમે ઉપવાસ દરમિયાન ફળાહાર બનાવીને પણ તમારી હેલ્થનું ધ્યાન રાખવા માંગતા હોવ તો આ વાનગીઓ બનાવી શકો છો.
સાબુદાણાની ખીચડી
ઉપવાસ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબુદાણાની ખીચડી છે. તે બનાવવી ખૂબ સરળ છે અને તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. લગભગ દરેક લોકોને તે ભાવે છે. તે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ કહી શકાય.
ફ્રુટ ચાટ
જો તમે ઉપવાસ દરમિયાન ખાવા માટે કોઈ હેલ્ધી વિકલ્પ શોધી રહ્યા છો, તો ફ્રુટ ચાટ એક સારો વિકલ્પ છે. તમે તેમાં સંચળ અને લીંબુ ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો.રાજગરાના લોટનો ચીલો
લોકો ઉપવાસ દરમિયાન ખૂબ જ ઉત્સાહથી રાજગરાના લોટની વાનગીઓ ખાય છે. આવી સ્થિતિમાં, જો તમે એવી વસ્તુ ખાવાનું વિચારી રહ્યા છો જે વધુ તેલયુક્ત ન હોય, તો રાજગરાનો ચિલ્લો એક સારો વિકલ્પ છે.
મખાનાના લાડુ
જો તમે કંઈક હેલ્ધી ખાવાનું વિચારી રહ્યા હોવ તો નવરાત્રિ શરૂ થાય તે પહેલા મખાનાના લાડુ તૈયાર કરી લો. તમે તેને દૂધ સાથે ખાઈ શકો છો. આ ખાવાથી તમારું પેટ પણ ભરેલું રહેશે અને હેલ્થ પણ સારી રહેશે.
આલૂ ટિક્કી
વ્રત દરમિયાન આલૂ ટિક્કી બનાવવી ખૂબ જ સરળ છે. આવી સ્થિતિમાં, તમે તમારા ઉપવાસ દરમિયાન ઘરે સરળતાથી બટાકાની ફરાળી ટિક્કી બનાવી શકો છો. તેને તળો નહીં, પરંતુ સાંતળો અને ચટણી સાથે સર્વ કરો.
આ પણ વાંચોઃ નવરાત્રિ પર ઘરમાં લાવો આ શુભ વસ્તુઓઃ આવશે સુખ સમૃદ્ધિ