વેલેન્ટાઈન ડે પર પરફેક્ટ લુકને લઈને કન્ફ્યુઝ છો? વેઈટ! જ્હાન્વી કપૂરને એક વખત જોઈ લો
- છોકરીઓ વેલેન્ટાઈન ડેના લુકને લઈને સભાન હોય છે અને શું પહેરવું તેને લઈને મુંઝવણમાં પણ હોય છે. જો તમે પણ આવી કન્ફ્યુઝન અનુભવી રહ્યા હો તો એક વખત જ્હાનવી કપૂરના લુક પર નજર કરી લો.
મુંબઈ, 12 ફેબ્રુઆરીઃ 14 ફેબ્રુઆરીના દિવસે આખી દુનિયામાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. આવા સંજોગોમાં આ દિવસને ખાસ બનાવવા માટે કપલ્સ આકાશ પાતાળ એક કરે છે. ખાસ કરીને છોકરીઓ એ દિવસને લઈને ઉત્સાહિત રહેતી હોય છે. છોકરીઓ વેલેન્ટાઈન ડેના લુકને લઈને સભાન હોય છે અને શું પહેરવું તેને લઈને મુંઝવણમાં પણ હોય છે. જો તમે પણ આવી કન્ફ્યુઝન અનુભવી રહ્યા હો તો એક વખત જ્હાનવી કપૂરના લુક પર નજર કરી લો. જ્હાનવી કપૂરના આ ઈન્સ્ટાગ્રામ લુક એટલા હોટ છે કે તે તમે ટ્રાય કરશો તો પાર્ટીનું એટ્રેક્શન બન્યા વગર નહીં રહો. તમારા પરથી પાર્ટનરની નજર નહીં હટે તે નક્કી છે.
View this post on Instagram
મરુન ગાઉનમાં જ્હાનવી ગજબની સુંદર લાગી રહી છે. જ્હાનવીએ તાજેતરમાં આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તમે જ્હાનવી કપૂર જેવો લુક ટ્રાય કરી શકો છો. તેણે પોતાના વાળને વેવી કર્લ કર્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે. તેણે બ્લશનો ઉપયોગ વધુ કર્યો છે અને ફેક ફ્રેકલ્સ લગાવ્યો છે.
View this post on Instagram
આ લેધર ડ્રેસમાં જ્હાનવી પરથી નજર હટી રહી નથી. જો તમે આ લેધર ડ્રેસ પહેરવાનું વિચારી રહ્યા છો તો આ લુક વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે. લેધર ડ્રેસ સાથે જ્હાનવીએ એક્સપરિમેન્ટ કર્યો છે. તેણે વેટ હેર સાથે સ્મોકી આઈ મેકઅપ કર્યો છે. જે તેના લુકને બોલ્ડ બનાવે છે.
View this post on Instagram
જો તમે વેલેન્ટાઈન ડેની પાર્ટીમાં રેડ ડ્રેસ નથી પહેરવા ઈચ્છતા અને કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છો છો તો બ્લેક કલરનો ડ્રેસ ટ્રાય કરી શકો છો. આ બ્લેક ડ્રેસ સાથે સ્મોકી આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક તેના લુકને કમ્પ્લિટ કરે છે.
View this post on Instagram
જો તમે ઈચ્છો તો આ ગર્લ નેક્સ્ટ ડોર વાળો લુક પણ અપનાવી શકો છો. આ ફ્લોરલ ડ્રેસમાં જ્હાનવી કપૂર અત્યંત સુંદર દેખાઈ રહી છે.
View this post on Instagram
જ્હાનવીની જેમ તમે આ પ્રકારે ટોમેટો રેડ કલરનો સ્લિટ ડ્રેસ પણ પહેરી શકો છો. આ ડ્રેસમાં જ્હાનવી અસલી દિવા લાગી રહી છે. બોલ્ડ લિપસ્ટિકમાં આ પ્રકારનો લુક તેને આકર્ષણનું કેન્દ્ર બનાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઝીનત અમાને Instagram ડેબ્યૂના એક વર્ષનું કર્યું સેલિબ્રેશન, તસવીર સાથે શેર કરી ખાસ નોટ