દિવાળીની તારીખને લઇને મુંઝવણમાં છો? અહીં જાણો લક્ષ્મીપૂજનના મુહૂર્ત
- આ વર્ષે અમાસની તિથિનો પ્રારંભ 12 નવેમ્બર 2023ના રોજ બપોરે 2.44 વાગ્યાથી થશે અને 13 નવેમ્બર 2023ના રોજ બપોરે 2.56 વાગ્યે પૂરી થશે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પ્રદોષ કાળમાં ઉચિત માનવામાં આવે છે.
શું આ વર્ષે દિવાળીના દિવસ અંગે દ્વિધામાં છો? આવી દ્વિધા અનેક લોકોને છે, તો ચાલો આખી વાત સમજીએ.
Diwali 2023: હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ મહત્ત્વનો હોય છે. દર વર્ષે કારતક મહિનાની અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વ સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ઘનની દેવી માતા લક્ષ્મી અને સુખ સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામ લંકાપતિ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ રામના પરત ફરવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડાઓથી અયોધ્યા નગરીને શણગારી હતી. ત્યારથી જ આખા દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. આ વર્ષે દિવાળી ક્યારે ઉજવવામાં આવશે જાણો તેની તારીખ અને મુહૂર્ત
દિવાળી કયા દિવસે આવશે?
દિવાળી કારતક મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવશે. આ વર્ષે અમાસની તિથિનો પ્રારંભ 12 નવેમ્બર 2023ના રોજ બપોરે 2.44 વાગ્યાથી થશે અને 13 નવેમ્બર 2023ના રોજ બપોરે 2.56 વાગ્યે પૂરી થશે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પ્રદોષ કાળમાં ઉચિત માનવામાં આવે છે. તેથી દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે.
દિવાળી ગણેશ-લક્ષ્મી પૂજન મુહૂર્ત
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત 12 નવેમ્બરે સાંજે 5.40 વાગ્યાથી રાતે 7.36 વાગ્યા સુધી રહેશે. લક્ષ્મી પૂજન માટે મહાનિશિથ કાળ મુહૂર્ત રાતે 11.39 વાગ્યાથી મધ્ય રાત્રિ 12.31 વાગ્યા સુધી રહેશે. એવી માન્યતા છે કે શુભ મુહૂર્તમાં ગણેશ-લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
જુઓ દિવાળીનું કેલેન્ડર
ધનતેરસ
દિવાળીનો પાંચ દિવસના તહેવારનો પ્રારંભ ધનતેરસથી થતો હોય છે. આ વર્ષે ધન તેરસ 10 નવેમ્બર 2023, શુક્રવારના રોજ છે.
કાળી ચૌદશ
કાળી ચૌદશને નરક ચતુર્દશી કે નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 11 નવેમ્બર 2023, શનિવારના રોજ છે.
દિવાળી
દિવાળી આ વર્ષે 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.
બેસતું વર્ષ કે ગોવર્ધન પૂજા
દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે. તેને ગોવર્ધન પૂજા પણ કહેવામાં આવે છે. ગોવર્ધન પૂજા નવા વર્ષે હોય છે. જોકે 13 નવેમ્બરે પડતર દિવસ છે. તેથી 14 નવેમ્બર, મંગળવારના દિવસે નવા વર્ષની ઉજવણી થશે.
ભાઇબીજ
આ વર્ષે ભાઇબીજ 14 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ભાઇબીજનો તહેવાર કારતક શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવે છે. 14 નવેમ્બરના રોજ બપોરે 2.36 વાગ્યાથી બીજ તિથિની શરૂઆત થશે જે 15 નવેમ્બરના રોજ બપોર 1.47 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે ભાઇ બીજ 14 નવેમ્બર, 2023ના રોજ ઉદયા તિથિમાં ઉજવવામાં આવશે.
આ પણ વાંચોઃ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણઃ દૂધ પૌંઆ ચંદ્રની ચાંદનીમાં રાખી શકાશે કે નહીં?