ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટકરાવની ઘટનાથી રાજકારણમાં ગરમી તો આવી જ ગઇ છે પરંતુ ગુજરાતનું રાજકારણ ક્ષોભ જનક સ્થિતિમાં પણ મુકાઇ ગયું છે. જી હા, ચૂંટણી જંગ કહેવાય છે પણ આ હાથો હાથનો જંગ નથી. પરંતુ સુરતનાં ઉઘના ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા ગયેલા આપના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ સામ-સામે આવીને મારામારી કર્યા હોવાના સમાચાર આવ્યા છે. પોલીસની હાજરીમાં આપના કાર્યકર્તાઓને માર માર્યા હોવાના આક્ષેપો થયા છે. ભાજપના કાર્યકર્તાઓને છોડી મુકવામાં આવ્યા હતા અને આપના પ્રદેશ પ્રમુખ અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમયે સઘન પોલીસ બંદોબસ્ત પણ હતો. તેમ છતાં ભાજપ કાર્યાલય બહાર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. એટલું જ નહીં આપના કાર્યકર્તા દિનેશ કાછડીયાને લાતો અને ધક્કા મુક્કી કરીને માર માર્યાનો પણ આક્ષેપ પણ થયો છે. મારમારના ભાજપના કાર્યકર્તાઓને છોડી મુકાયા જ્યારે આમ આદમી પાર્ટી આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કર્યાનો આક્ષેપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આમ આદમીની પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની ગઈ છે.