

ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સબ વેરિયંટ BA.4 અને BA.5ના પ્રથમ કેસ સામે આવ્યો છે. તમિલનાડુમાં એક 19 વર્ષીય મહિલા BA.4 સંક્રમિત મળી આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું હતુ. પરંતુ મહત્વની બાબત એ છે કે તેમણે સંપૂર્ણ રસી લીધી છે. તેમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળે છે. તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીએ રાહતનો શ્વાસ લીધો.
તેલંગાણામાં એક 80 વર્ષીય દર્દી બીએ.5થી સંક્રમિત મળી આવ્યો છે. તેને સંપૂર્ણ રસી પણ આપવામાં આવી છે. તેનામાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ છે. દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ બંને દર્દીઓનો સંપર્ક ઇતિહાસ શોધવામાં આવી રહ્યો છે. આ બંને વેરિએન્ટે આ દિવસોમાં દુનિયામાં તબાહી મચાવી છે. ભારતીય સોર્સ કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ રવિવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલા હૈદરાબાદમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા એક દર્દીને બીએ.4નો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.