અમદાવાદગુજરાતટ્રાવેલ

આ રીતે તહેવારોમાં કરો ટ્રેનની ટિકિટ કન્ફર્મ : તાત્કાલ બુકિંગમાં અપનાવો આ ખાનગી રીત  

Text To Speech

તહેવારોનાં આ દિવસોમાં ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ થવી મૂશ્કેલ થઈ જાય છે. પરિણામે આવી સ્થિતિમાં ઘણા લોકો અન્ય માધ્યમ કે સાધનો થકી ઘરે જવાનું આયોજન કરે છે અથવા ઘરે જઈ શકતા નથી. કારણ કે રજાઓનાં આ દિવસોમાં ઘણાં બધા લોકો વતન પરત જવા ઈચ્છતા હોય છે અને તેમાંથી મોટાભાગનાં લોકો ટ્રેનમાં મૂસાફરી કરે છે, પરંતુ આ સિઝનમાં ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ થઈ જાય છે, તેથી આજે તમને જણાવીએ કે કન્ફર્મ રેલ ટિકિટ કઈ રીતે મેળવી શકાય છે.

આ પણ વાંચો : ટ્રેનની કન્ફર્મ ટિકિટ જોઈએ ? અપનાવો આ રીત, એજન્ટને નહીં ગોતવા પડે

Indian Railway - Hum Dekhenge News

ટિકિટ બુકિંગ ટાઈમિંગ

સૌથી પહેલા ટિકિટ બુકિંગના સમય વિશે જાણકારી એકત્ર કરો. જેમ કે એસી તાત્કાલ ટિકિટ બુકિંગની શરૂઆત સવારે 10 વાગ્યે થાય છે અને સ્લીપર ક્લાસની બુકિંગ 11 કલાકે શરૂ થાય છે. તેથી તમે બુકિંગ શરૂ થવાના પહેલા વેબસાઈટમાં લોગ-ઈન કરીને બેસો. જેથી તમને જલ્દી ટિકિટ મળી શકે.

પ્રોફાઈલમાં કરો ફેરફાર

IRCTC થકી તાત્કાલ બુકિંગ કર્યા પહેલા પ્રોફાઈલમાં ફેરફાર કરવા પડશે. આનો ફાયદો એ થશે કે બીજીવાર ટ્રેન બુક કરતી વખતે બધી જ વિગતો બીજીવાર ભરવી નહિ પડે. સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર જાઓ અને લોગ-ઈન કરો. પછી માઈ-પ્રોફાઈલ વિકલ્પ પર જઈ માસ્ટર લિસ્ટ બનાવો. આ માટે તમારે બધા યાત્રીઓની વિગત નોંધવી પડશે. માસ્ટર લિસ્ટ બનાવવાથી તમારો ઘણો સમય બચી જશે.

ચૂકવણી મોડ બદલો

અન્ય પેમેન્ટ મોડ્સ સિવાય તમે UPI મારફતે પણ પૈસા જમા કરાવી શકો છો, કારણ કે UPI એ ચુકવણી કરવા માટેનું સૌથી ઝડપી માધ્યમ છે. તમે પેમેન્ટ કરતાની સાથે જ તમારું બુકિંગ ઝડપથી પૂર્ણ થશે અને UPI મારફતે ચૂકવણી કરવાથી ટિકિટ મળવાની શક્યતા અનેકગણી વધી જશે.

 

Back to top button