ગુજરાતચૂંટણી 2022

કોન્ફિડન્સ તો કથીરિયાનો : વરાછા બેઠક પર જીત પહેલાં જ લોકોએ કરી અવનવી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌ કોઈની નજર પરિણામ પર રહેલી. તેમજ કોની સરકાર બનશે અને તે જાણવા માટે જણાતા આતુર છે. તેમજ Exit Poll મુજબ ભાજપની સરકાર બની શકે તેવા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ છે. પરંતુ આવતીકાલના ચૂંટણીના પરિણામ પહેલાં જ સુરતની વરાછા બેઠક પર કથિરીયાના સમર્થનમાં નાના વેપારીઓએ જુદી જુદી સ્કીમોની જાહેરાત કરી દીધી છે.

સામાન્ય રીતે એવું તો જોવા મળે છે મતદાનના દિવસે અલગ-અલગ ઓફરો આપીને લોકોને મતદાન માટે આકર્ષવામાં આવે છે. પરંતુ આવું તમે આ પહેલા ના તો સાંભળ્યું હશે કે ના તો જોયું હશે. આવો અનોખો કિસ્સો સુરતમાંથી સાંભળવા મળી રહ્યો છે. જેમાં પરિણામ બાદ સુરતના નાના વેપારીઓ દ્વારા અનોખી ઓફર બહાર પાડવામાં આવી છે. જેમાં સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની જીત પર સુરતમાં અલગ-અલગ દુકાનદારોએ ઓફરો બહાર પડી છે.

આ પણ વાંચો : અલ્પેશ કથિરિયા કટ્ટર હરીફ કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા

ચાનો વેપારી ચા પીવડાવશે ફ્રી
વરાછા સીટ પર જો અલ્પેશ કથિરીયા જીતી જાય તો 500 ગ્રામ ભજીયાની સાથે બીજા 500 ગ્રામ ભજીયા ફ્રીની જાહેરાત. સોશિયલ મીડિયામાં આ પ્રકારના સ્ટીકર્સ વાયરલ થઈ રહ્યાં છે. આ ઉપરાંત એક ઓટોમોબાઈલ ધારકે એવી સ્કીમ ચાલુ કરી છે કે કથિરીયા જીતશે તો ગાડીની સર્વિસ બિલકુલ ફ્રીમાં કરી આપશે. ચાના વેપારીએ પણ અલ્પેશ કથિરીયાના સમર્થનમાં અલ્પેશ કથીરિયાની જીતની ઉજવણીના ભાગરૂપે ચા ફ્રી આપવાની જાહેરાત કરી છે.

અલ્પેશ કથીરિયા - humdekhengenews

લેબોરેટરી ટેસ્ટમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ 

તે ઉપરાંત વરાછામાં લેબોરેટરી ટેસ્ટમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જ્યારે એક કેક શોપ વાળા તરફથી અલ્પેશ કથીરિયાની જીત પર લોકોને કેક ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. આ બધું  ઠીક છે પરંતુ દાંતના ડોકટર અને મીની બજારમાં એક ફરસાણના વેપારીએ ખમણનો નાશ્તો મફત અને ડો. દ્વારા દાંતની સારવારમાં  50 ટકા રાહત આપવાની વાત કરી છે.

તેમજ સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે જબરદસ્ત મુકાબલો થયો છે. વરાછા બેઠક પર કાકા ભત્રીજા એટલે કે ભાજપમાંથી કુમાર કાનાણી અને આપમાંથી અલ્પેશ કથિરીયા વચ્ચે જંગ ખેલાયો છે. ત્યારે બંને ધુરંધરોમાંથી આવતી કાલે કોણ જીતશે એતો પરિણામ જ બતાવશે. તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રફુલ તોગડિયા ચૂંટણી લડી રહ્યા છે.

અલ્પેશ કથીરિયા - humdekhengenews

કથિરીયાએ કહ્યું હતું કે કાકા જીતશે તો ખભે બેસાડીશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે વરાછા વિધાનસભા બેઠકના મતની પાર્ટીના ઉમેદવાર ભાજપના ઉમેદવારને પગે લાગીને મતદાન કરવા ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરત વરાછા રોડની બેઠક પર આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત છે. ચૂંટણી પહેલા જ આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એવી જાહેરાત કરી હતી કે જો કિશોર કાનાણી (કાકા) જીતશે તો માનગઢ ચોકમાં તેમને ખભે બેસાડીને હું ફેરવીશ. ત્યારબાદ આજે મતદાન કરવા જતા પહેલા અલ્પેશ કથીરિયાએ કિશોર કાનાણીને પગે લાગીને આશીર્વાદ લઇ મતદાન કરવા ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અલ્પેશ કથીરિયાની જીત નક્કી - humdekhengenews

તો આ સાથે હવે એ જાણવું ખૂબ દિલચસ્પ રહેશે કે સુરતની આ વરાછા બેઠક પર આપ,ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ વિજય મેળવે છે.

Back to top button