મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને રાજવી પરિવાર દ્વારા 1 લાખની સહાય
ગુજરાતના મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકો માટે મોરબી રાજવી પરિવાર દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ. તેમજ આ ઘટના પોતોના સ્નેહીજનોને ઘુમાવનાર પરિવારને એક લાખ રુપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
મોરબીનાં રાજમાતાએ દુ:ખ વ્યક્ત કર્યુ
મોરબી પૂલની ઘટનામાં 135 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ધુમાવ્યા છે.જેમાં નાના બાળકો સહિત વડિલોનો ભોગ લેવાયો છે. તેમજ કેટલાય લોકો હાલ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાથી રાજ્યભરમાં શોક છવાઈ ગયો હતો. ત્યારે મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુમવારીબા સાહેબ તથા સમગ્ર પરિવારજનોએ દુ:ખ વ્યક્ત કર્યુ હતુ.
આ પણ વાંચો;મોરબીમાં વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત અને કડક તપાસના આદેશ
રાજવી પરિવાર દ્વારા એક લાખની સહાય
ત્યારે આ ઘટના બાદ રાજવી પરિવારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 100000 રુપિયાની સહાય આપવાનું નક્કી કર્યુ છે. તેમજ રાજવી પરિવાર તેમની સેવા માટે હંમેશા તત્પર છે નું જણાવ્યુ હતુ.