ઉનાળું વેકેશનમાં મુસાફરોને જલસા ! રાજ્યમાં આટલી વધારાની બસો દોડાવવામા આવશે
- ઉનાળુ વેકેશનમાં વધારાની બસો દોડાવવાનો નિર્ણય
- GSRTC દ્વારા 1400થી વધુ વધારાની બસો દોડાવવામા આવશે
- વધારાની બસો ફાળવવા બાબતે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
પરિક્ષાઓ પૂર્ણ થતા લોકો ઉનાળા વેકેશનમાં ફરવા જવાની રાહ જોતા હોય છે. ત્યારે આ ઉનાળુ વેકેશનમાં મુસાફરોની માંગણીને ધ્યાનમા રાખીને ઉનાળુ વેકેશન દરમિયાન વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. મુસાફરોના હિતને ધ્યાને રાખી ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી જુદા-જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉનાળું વેકેશમાં વધારાની બસો દોડાવાશે
ઉનાળુ વેકેશનમાં ફરવા જવા માંગતા મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. GSRTC દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન 1400થી વધુ વધારાની બસો દોડાવવામા આવશે.
હર્ષ સંઘવીએ કરી જાહેરાત
આ અંગે હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ‘ વેકેશન સમય દરમિયાન નિગમ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી રાજ્યની મુસાફર જનતાને સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ વધારોી બસો ફાળવવામા આવશે. આ સાથે જ ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન પણ કરવામા આવ્યું છે. આમ ઉનાળું વેકેશન દરમિયાન વિવિધ સ્થળોએ જવા માટે વધારાની બસો મુકવાનું આયોજન કરવામા આવ્યું છે.
આ પણ વાંચો : PM મોદીને મારી નાખવાની ધમકી ! કેરળમાં હાઈ એલર્ટ, જાણો સમગ્ર મામલો