ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યમુનાનું જળસ્તર વધતા તંત્ર ચિંતામાં, CM કેજરીવાલે DDMAની યોજી બેઠક

Text To Speech

ચોમાસુંની તો હજી શુરુઆત જ થઇ છે ત્યાં ઠેર ઠેર વરસાદના લીધે ઉભી થતી કપરી પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત વરસાદના લીધે અનેક નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. ત્યારે દેલ્હીની યમુના નદીનું જળસ્તર વધતા પાણી અનેક વિસ્તારમાં આવી ના જાય તેના માટે સાવચેતી કરવામાં આવી રહી છે. જળસ્તર વધવાના લીધે આમજનને કોઈ હાની ના થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.યમુનામાં જળસ્તર વધવાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે રોજ દિલ્હી ડીડીએમએ(DDMA)ની બેઠક યોજાઈ હતી.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “અમારી ડીડીએમએની બેઠક થઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવાયા 

સીએમ અરવિંદ કેજરીવાલ દ્આવારા બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે દિલ્હીની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ રવિવાર સુધી બંધ રાખવામાં આવી છે.તમામ બિન-આવશ્યક સરકારી કચેરીઓ ઘરેથી કામ કરી રહી છે. ખાનગી ઓફિસોને પણ ઘરેથી કામ લાગુ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થવાના કારણે પાણીના પુરવઠા પર 25 ટકા સુધી અસર થશે. એટલા માટે પાણીનું રેશનિંગ કરવામાં આવશે. ફક્ત આવશ્યક સેવાઓ વહન કરતા મોટા વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે.રાહત શિબિરોમાં શૌચાલય અને બાથરૂમની સમસ્યા હતી. તેથી, શિબિરોને શાળાઓમાં ખસેડવામાં આવી રહી છે.”

વધારે ઉમેરતા cm એ પણ લોકો થી નિવેદન કર્યું કે તમામ દિલ્હીવાસીઓએ ધીરજ રાખવી જોઈએ, ટૂંક સમયમાં જ પાણીનું સ્તર નીચે આવશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે.

 આ પણ વાંચો :13 જુલાઈ 2023: તુલા રાશિના જાતકો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થયી શકે, જાણો તમારું આજનું રાશિફળ

Back to top button