ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતા, બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Text To Speech
  • 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું
  • 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
  • 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ આવવાની શક્યતા

ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. જેમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 02-03 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના સમય ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે.

3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

રાજ્યમાં સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 02-03 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને કુલ 7 જિલ્લામાં માવઠું પડવાની આગાહી છે.

મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 02 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 03 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે AAPને આપ્યો ઝટકો

Back to top button