ચૂંટણી 2022નેશનલ

રેલવે, સંરક્ષણ, પોસ્ટ સહિત 10 લાખ સરકારી નોકરીઓના સંપૂર્ણ રોડમેપ તૈયાર

Text To Speech

આ વર્ષે માર્ચમાં સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓની શ્રેણીમાં લગભગ 9 લાખ પદ ખાલી છે. સરકારી ડેટા દર્શાવે છે કે દેશમાં રેલવે, સંરક્ષણ, પોસ્ટ, ગૃહ અને મહેસૂલ વિભાગ એમ પાંચ વિભાગોમાં સૌથી વધુ પોસ્ટ્સ ખાલી છે. સ્વાભાવિક રીતે આગામી સમયમાં સરકાર દ્વારા આ વિભાગોમાં મહત્તમ ભરતી પણ કરવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોના માનવ સંસાધનની સમીક્ષા કરી છે અને નિર્દેશ આપ્યો છે કે સરકાર આગામી દોઢ વર્ષમાં 10 લાખ પદો માટે મિશન મોડમાં લોકોની ભરતી કરશે. આ જાહેરાત બાદ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે ખાલી જગ્યા ભરવા માટે કામ શરૂ કરી દીધું છે.

સરકારી રિપોર્ટ અનુસાર સૌથી વધુ ખાલી જગ્યાઓ રક્ષા, રેલવે, ગૃહ, પોસ્ટ અને રેવન્યુ વિભાગોમાં છે. એટલે કે આગામી દોઢ વર્ષમાં સૌથી વધુ ભરતી પણ આ વિભાગોમાં થશે. આગામી 18 મહિનામાં 10 લાખ જગ્યાઓ ભરવામાં આવશે. મોદી સરકાર પાસે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં બેરોજગારીના મુદ્દે વિપક્ષની દરેક ટીકાનો નક્કર જવાબ હશે. લોકસભાની આગામી ચૂંટણી એપ્રિલ-મે 2024માં યોજાય તેવી શક્યતા છે.

કયા મંત્રાલયમાં કેટલી બેઠકો ખાલી છે?
મોટાભાગની ખાલી જગ્યાઓ કેન્દ્રના મુખ્ય મંત્રાલયો અને વિભાગો જેમ કે પોસ્ટ, ડિફેન્સ, રેલવે ગૃહ અને મહેસૂલમાં છે. રેલવેમાં લગભગ 15 લાખ પોસ્ટની મંજૂર સંખ્યાની સામે, લગભગ 2.3 લાખ પોસ્ટ ખાલી છે. સંરક્ષણ વિભાગમાં આશરે 6.33 લાખ કર્મચારીઓની મંજૂર સંખ્યા સામે લગભગ 2.5 લાખ જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે પોસ્ટ વિભાગમાં કુલ 2.67 લાખની મંજૂર સંખ્યા સામે લગભગ 90,000 જગ્યાઓ ખાલી છે. જ્યારે મહેસૂલ વિભાગમાં 1.78 લાખ કર્મચારીઓની કુલ મંજૂર સંખ્યા સામે લગભગ 74,000 જગ્યાઓ છે.

Back to top button