CMનું વિમાન લઈને જાતે ઊડાઊડ કરનારા સામે તવાઈ આવી છે. જેમાં સરકારી પ્લેન, ચોપરના અંગત વપરાશ બદલ કેપ્ટન અજય ચૌહાણને હટાવાયા છે. ગુજસેલનો ચાર્જ IAS સાંગવાને સોંપી CMએ ચૌહાણ સામે તપાસના આદેશો કર્યા છે. ગુજસેલ કંપનીના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણ સામે ગેરરીતિની ફરિયાદો થઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: સોખડા મંદિરનો વિવાદ ફરી સામે આવ્યો, જાણો શું છે ટ્રસ્ટની મિલકતનો મામલો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યવાહી કરી
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની- ગુજસેલમાં ડાયરેક્ટર અને એકાઉન્ટેબલ મેનેજર કેપ્ટન અજય ચૌહાણને આ પદેથી હટાવી દેવાયા છે. 17 વર્ષથી ગુજરાત સરકારની એવિએશન કંપનીમાં કાર્યરત કેપ્ટન અજય ચૌહાણે સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરનો અંગત વપરાશ માટે ઉપયોગ કર્યાની તેમજ તેના રખરખાવમાં મોટાપાયે ગોટાળા આચર્યાની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે આ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: નકલી દસ્તાવેજો લઈ યુવતી PSIની ટ્રેનિંગ માટે પહોંચી અને ભરાઇ ગઇ
વીવીઆઈપીની હવાઈ સેવાઓ માટે રૂ.191 કરોડના ખર્ચે નવું પ્લેન વસાવ્યું
ગુજરાત સરકારે બે વર્ષ પૂર્વે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને વીવીઆઈપીની હવાઈ સેવાઓ માટે રૂ.191 કરોડના ખર્ચે નવું પ્લેન વસાવ્યું છે. નવું અને તે પહેલાનું જૂનું સરકારી વિમાન, હેલિકોપ્ટરના રખરખાવ તેમજ ઓપરેટિંગ ક્રુ મેમ્બર સંલગ્ન સેવાઓમાં ગુજસેલ કંપનીના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણ સામે ગેરરીતિની ફરિયાદો થઈ હતી. આ અધિકારીએ અંગત વપરાશ માટે અનેક વખત સરકારી પ્લેન અને ચોપરનો ઉપયોગ કર્યાની હકીક્તો બહાર આવી હતી. જેની સામે સરકારમાં ઉચ્ચકક્ષાએ થયેલી પ્રાથમિક તપાસ બાદ CMએ કેપ્ટન અજય ચૌહાણને ગુજસેલના ડાયરેક્ટર અને એકાઉન્ટેબલ મેનેજરપદેથી હટાવીને તેનો ચાર્જ તત્કાળ અસરથી મત્સોદ્યોગ કમિશનર નીતિન સાંગવાનને સંભાળવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: AMC ટેક્સ મામલે આકરા પાણીએ, જાણો કઇ મિલકતો સીલ કરાઇ
કેપ્ટન અજય ચૌહાણ સામે આક્ષેપોનું લાંબુ લિસ્ટ
CMO અને નાગરિક ઉડ્ડયન પ્રભાગમાં તપાસ કરતા ટોચના અધિકારીઓએ જણાવ્યું કે, કેપ્ટન અજય ચૌહાણ સામે આક્ષેપોનું લાંબુ લિસ્ટ છે. સંયુક્ત ચાર્જસીટ તૈયાર કરીને તેમની સામે તપાસ કરવા પણ CMએ આદેશ કર્યો છે. જેના માટે તપાસકર્તા અધિકારીની નિયુક્તિ થશે.