અમદાવાદમાં AMCના સ્ટોલમાં પણ ખરાબ ફૂડ મળતું હોવાની ફરિયાદો
- પિત્ઝા અને સોસમાંથી જીવાત નીકળી પણ 10 દિવસ પછી ફરિયાદ કરી
- મનપસંદ ફુડ કોર્ટ સેન્ટરમાં જઇને પિત્ઝા અને તેની સાથે સોસ પણ મંગાવ્યો
- કાંકરિયા ફુડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળ્યો
અમદાવાદમાં AMCના સ્ટોલમાં પણ ખરાબ ફૂડ મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેમાં કાંકરિયા ફૂડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળતાં હોબાળો થયો હતો. AMCના સ્ટોલમાં પણ ખરાબ ફૂડ મળતું હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી છે. પિત્ઝા અને સોસમાંથી જીવાત નીકળી પણ 10 દિવસ પછી ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમે 30થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા
કાંકરિયા ફુડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળ્યો
દુકાનદારે પરિવારને સમજાવ્યા હતાં અને ભૂલથી થયું હોવાની જણાવી માફી પણ માંગી હતી. કાંકરિયા ફુડ કોર્ટના મનપસંદ સેન્ટરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કિડાવાળો નાસ્તો મળતાં મ્યુનિ. હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી. મેરેજ એનિવર્સરીએ પરિવાર સાથે નાસ્તો કરવા ગયેલા કોર્પોરેટરને પિત્ઝા અને સોસમાંથી જીવાતો નિકળતા કડવો અનુભવ થયો હતો. આરોગ્ય વિભાગની લાપરવાહીના લીધે હવે મ્યુનિ. કોર્પોરેશન હેઠળના સ્ટોલમાં પણ લોકોને ખરાબ ફુડનો અનુભવ થઇ રહ્યો છે. આ સિવાય નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે આવેલા વારંવાર તેલનો ઉપયોગ કરનાર ટી એન્ડ કાફેને પણ સીલ કરાયું હતું.
મનપસંદ ફુડ કોર્ટ સેન્ટરમાં જઇને પિત્ઝા અને તેની સાથે સોસ પણ મંગાવ્યો
બાપુનગરના પૂર્વ કોર્પોરેટર એનિવર્સરી હોવાથી સહપરિવાર કાંકરિયા ગયા હતાં. જ્યાં મનપસંદ ફુડ કોર્ટ સેન્ટરમાં જઇને પિત્ઝા અને તેની સાથે સોસ પણ મંગાવ્યો હતો. પણ પિત્ઝા અને સોસમાંથી કિડા નિકળતાં પરિવાર પણ હેબતાઇ ગયો હતો. દુકાનદારે પરિવારને સમજાવ્યા હતાં અને ભૂલથી થયું હોવાની જણાવી માફી પણ માંગ હતી. ત્યારે તો કોર્પોરેટર દુકાનદારને ઠપકો આપી ત્યાંથી રવાના થઇ ગયા હતાં. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી જીવાતવાળા ફુડના કિસ્સા જોઇને પૂર્વ કોર્પોરેટરે પણ ઘટનાના 10 દિવસ બાદ મ્યુનિ. આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.