ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલમનોરંજન

અન્નપૂર્ણી ફિલ્મ સામે નોંધાઈ ફરિયાદ, હિન્દુવાદી નેતા રમેશ સોલંકીએ કર્યો કેસ

  • ફિલ્મમાં હિન્દુ બ્રાહ્મણ છોકરીને નમાઝ અદા કરતા અને ભગવાન રામ વિશે ખોટું બોલતાં દર્શાવવામાં આવી છે  
  • ભૂતપૂર્વ શિવસેના નેતા રમેશ સોલંકીએ નેટફ્લિક્સ ફિલ્મ ‘અન્નપૂર્ણી’ સામે નોંધાવી FIR

મુંબઈ, 7 જાન્યુઆરી : ભૂતપૂર્વ શિવસેના નેતા રમેશ સોલંકીએ ભગવાન રામનું અપમાન કરવા અને હિન્દુ સમુદાયની લાગણીઓને નુકસાન પહોંચાડવા બદલ શનિવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સની ફિલ્મ ‘અન્નપૂર્ણી’ના નિર્માતાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફિલ્મમાં હિન્દુ બ્રાહ્મણ છોકરીને નમાઝ અદા કરતા અને ભગવાન રામ વિશે જુઠ્ઠું બોલતાં તેમજ વધારે પડતું અપમાનજનક દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હિન્દુ IT સેલના સ્થાપક સોલંકીએ લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના ચીફ ઈન્સ્પેક્ટરને પત્ર લખીને આ ફીચર ફિલ્મના હિન્દુ વિરોધી વલણ સામે પગલાં લેવાની માંગ કરી હતી.

 

‘અન્નપૂર્ણી’ ફિલ્મ ગયા વર્ષે 28મી ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને તે તમિલ અભિનેત્રી નયનતારાની 75મી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ ટ્રાઇડેન્ટ આર્ટ્સ, ઝી સ્ટુડિયો અને નાદ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ શિવસેના નેતા રમેશ સોલંકીએ શું કહ્યું ?

ભૂતપૂર્વ શિવસેના નેતા અને હિન્દુ IT સેલના સ્થાપક રમેશ સોલંકીએ તેની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “જ્યારે આખું વિશ્વ આનંદ કરી રહ્યું છે કે આયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ થશે, ત્યારે આ ફિલ્મ આપણા પ્રભુ શ્રી રામનું અપમાન કરે છે અને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા હેતુપૂર્વક રિલીઝ કરવામાં આવી છે.”

હિન્દુ કાર્યકર્તાના કહેવા પ્રમાણે, ફિલ્મ ‘અન્નપૂર્ણી’માં કેટલાય વાંધાજનક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેમાં હિન્દુ બ્રાહ્મણ મંદિરના પૂજારીની પુત્રી દ્વારા નમાઝ (ઇસ્લામિક પ્રાર્થના) અદા કરવી, લવ જેહાદનો મહિમા, રામાયણમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના માંસ ખાવા વિશેની ખોટી વાતોનો પણ સમાવેશ થાય છે. રમેશ સોલંકીએ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, “ફિલ્મમાં અભિનેત્રી મંદિરમાં નથી જતી પરંતુ ઇફ્તારી માટે ફરહાન નામના વ્યક્તિ પાસે જાય છે. ફિલ્મનાં દ્રશ્યોમાં જ્યારે છોકરીના પિતા સંધ્યા કરી રહ્યા હોય છે અને દાદી માળા કરી રહ્યાં હોય છે ત્યારે તેમની પુત્રી સાથે માંસ ખાતી જોવા મળે છે”

 

વધુમાં ઉમેર્યું કે, “અભિનેત્રીના પિતા મંદિરના પૂજારી છે, જે 7 પેઢીઓથી ભગવાન વિષ્ણુ માટે ભોગ બનાવે છે પરંતુ તેમની પુત્રીને માંસ રાંધતી, મુસ્લિમ સાથે પ્રેમમાં પડતી, રમઝાનમાં ઇફ્તાર માટે જતી અને નમાઝ અદા કરતી દર્શાવવામાં આવે છે. હિન્દુ આઈટી સેલના સ્થાપકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “એક ધર્મપ્રેમી હિન્દુની પુત્રી બિરયાની રાંધવા માટે નમાઝ અદા કરે છે અને શ્રી રામ માંસ ખાનાર હોવાનું ટાંકીને ફરહાન દ્વારા તેને સમર્થન આપવામાં આવે છે, તેને હિન્દુઓ અને ભગવાન શ્રી રામનું અપમાન કરવાના હેતુથી દર્શાવવામાં આવે છે.”

 

નેતા રમેશ સોલંકીએ નિર્માતાઓ વિરુદ્ધ FIRની નોંધણી કરવાની કરી માંગ

રમેશ સોલંકીએ અન્નપૂર્ણીના દિગ્દર્શક નિલેશ ક્રિષ્ના, અભિનેત્રી નયનથારા, નિર્માતા જતીન સેઠી, આર. રવિન્દ્રન, પુનિત ગોએન્કા, ઝી સ્ટુડિયોના ચીફ બિઝનેસ ઓફિસર શારિક પટેલ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના હેડ મોનિકા શેરગીલ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર)ની નોંધવાની માંગ કરી હતી.

આ પણ જુઓ :માલદીવ-લક્ષદ્વીપ વિવાદઃ અક્ષય કુમાર, તેંડુલકર, સલમાન સહિત ટોચના સેલિબ્રિટી કૂદી પડ્યા

Back to top button