ડીસાના વેપારીએ પૈસા લઈને માલ ના આપતા સાંચોરના વેપારીની ફરિયાદ


પાલનપુર : ડીસાના રીસાલા બજારના કરિયાણાના હોલસેલ વેપારીએ સંચોરના વેપારી પાસેથી એડવાન્સ ચેક લઈ કરિયાણાનો માલ સામાન ન મોકલતા સાંચોરના વેપારીએ ડીસાના વેપારી સામે ફરિયાદ નોંધાવી છે.
સાંચોરના વેપારીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર ખાતે મોચી કોલોની માં રહેતા જયરૂપારામ રબારી સંચોર વિસ્તારમાં ફરી કરિયાણાનો ધંધો કરે છે. તેમને ડીસા રીસાલા બજાર ખાતે અરિહંત ટ્રેડર્સ નામની હોલસેલ ની દુકાન ધરાવતા સુરેશભાઈ જૈન સાથે મુલાકાત થતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમારો માણસ તમને સાંચોર બેઠા માલ આપી જશે. જેથી સુરેશભાઈએ તેમના મુનિમ ને મોકલતા જયરૂપભાઈએ માલ પેટે ₹90,000 ના ચેક આપ્યા હતા.
આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસ: મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, વારાણસી કોર્ટે કેસને સુનાવણી યોગ્ય ગણાવ્યો
જોકે ત્યારબાદ સુરેશભાઈએ કરિયાણાનો માલ મોકલ્યો ન હતો. જેથી વારંવાર માલની ઉઘરાણી કરતા છેવટે સુરેશભાઈએ તેઓને ધમકી આપી હતી અને માલ મોકલવાની ના પાડી દીધી હતી. જેથી આ અંગે જયરૂપભાઇએ સાચોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી .ત્યારબાદ તેઓએ જાલોર જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરવા છતાં પણ તેઓની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ન હતી. જેથી જયરૂપભાઈ રબારીએ સાચોર કોર્ટમાં ડીસાના વેપારી સુરેશભાઈ જૈન સામે માલના પૈસા લઈને માલના આપી છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે.