ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તિરુપતિ પ્રસાદ કેસમાં પૂર્વ CM જગનમોહન રેડ્ડી વિરુદ્ધ હૈદરાબાદમાં ફરિયાદ દાખલ, ગંભીર આરોપ

Text To Speech
  • વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરના ‘લાડ્ડુ પ્રસાદમ’માં વપરાતા ઘીમાં ભેળસેળનો મુદ્દો આ દિવસોમાં ચર્ચામાં

હૈદરાબાદ, 22 સપ્ટેમ્બર: વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરના પ્રખ્યાત તિરુપતિ ‘લાડ્ડુ પ્રસાદમ’માં વપરાતા ઘીમાં ભેળસેળનો મુદ્દો આ દિવસોમાં ચર્ચામાં છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ NDA પાર્ટીના ધારાસભ્યોની બેઠક દરમિયાન પ્રસાદમાં ભેળસેળના આરોપો લગાવ્યા હતા. હવે આ આરોપો બાદ હૈદરાબાદના સૈદાબાદમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડી અને અન્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં તેમના પર મંદિરની અપવિત્રતા અને હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના “દુર્ભાવનાપૂર્ણ કૃત્ય”નો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે તેની સામે કાર્યવાહી કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.

સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

એડવોકેટ કે. કરુણા સાગરે ટેસ્ટિંગ લેબના રિપોર્ટને ટાંકીને સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કે. કરુણા સાગરે કહ્યું છે કે, તે આ રિપોર્ટ જોઈને આશ્ચર્યચકિત છે. તેમણે પોલીસને આ મામલે તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે વધુમાં વેંકટેશ્વર સ્વામી મંદિરને અપમાનિત કરવા અને લાખો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ જગનમોહન રેડ્ડી અને અન્યો સામે યોગ્ય પગલાં લેવાની વિનંતી કરી.

કાયદાકીય અભિપ્રાય બાદ કાર્યવાહી કરવામાં આવશે

પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ વિશે પૂછવામાં આવતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે, તેઓ આ મામલે કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે કારણ કે આ મામલો આંધ્રપ્રદેશનો છે. કાયદાકીય અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ શુક્રવારે ખુલાસો કર્યો હતો કે, ગુણવત્તા પરીક્ષણ માટે તેને મોકલવામાં આવેલા નમૂનાઓમાં નબળી ગુણવત્તાવાળા ઘી અને ચરબીની ભેળસેળ મળી આવી છે. લાડુમાં પશુ ચરબીની ભેળસેળનો દાવો બે દિવસ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ કર્યું હતું.

આ પણ જૂઓ: ભાજપ મારા નિવેદનો અંગે જુઠ્ઠાણું ફેલાવે છે, કેમ રાહુલ ગાંધીએ આમ કહ્યું

Back to top button