ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

સુધા મૂર્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલઃ રક્ષાબંધન અંગે ખોટી માહિતી ફેલાવવાનો એડવોકેટે મૂક્યો આરોપ

  • જોકે આ ફરિયાદની કોઈ અસર નહીં થાય એ વાત એડવોકેટ અમિતા સચદેવાએ સ્વીકારી

નવી દિલ્હી, 22 ઓગસ્ટ, 2024: એડવોકેટ અમિતા સચદેવાએ જાણીતા લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિ વિરુદ્ધ X પર એક વિવાદાસ્પદ પોસ્ટ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને વિધિવત્ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એડવોકેટે કહ્યું છે કે, રક્ષાબંધનના હિંદુ તહેવારની ચર્ચા કરતી પ્રશ્નમાંની પોસ્ટ કથિત રીતે ભ્રામક છે. એવી માહિતી જેણે હિંદુ સમુદાયના અમુક વર્ગોમાં આક્રોશ ફેલાવ્યો છે.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સુધા મૂર્તિએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રક્ષાબંધન સંદર્ભે એક પોસ્ટ શેર કરી જેમાં ઉપજાવી કાઢેલી વિવાદિત કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મેવાડનાં રાણી કર્ણાવતીએ 16મી સદી દરમિયાન મુઘલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલી હતી, જેમાં ગુજરાતના બહાદુર શાહ સામે રક્ષણ માંગવામાં આવ્યું હતું. ઐતિહાસિક વિદ્વાનોના મતે વાર્તામાં, લોકકથાઓમાં કહેવાયેલી આ બાબતમાં વિશ્વસનીય પુરાવાનો અભાવ છે અને તેની સચોટતા સાબિત થઈ શકે નથી.

સુધા મૂર્તિએ રક્ષાબંધનના તહેવારને રાણી કર્ણાવતી અને હુમાયુ સાથે સાંકળતા એડવોકેટ સચદેવા સહિત ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી. અમિતા સચદેવાએ દલીલ કરી કે સુધા મૂર્તિ રક્ષાબંધનના સાચા મહત્વને વિકૃત કરે છે અને ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે. એડવોકેટ સહિત X પ્લેટફોર્મ પરના વિવિધ વપરાશકર્તાઓ દ્વારા સુધા મૂર્તિને તેમની પોસ્ટ દૂર કરવા અને સ્પષ્ટતા આપવા વિનંતી કરતી ઘણી વિનંતીઓ છતાં મૂર્તિએ 20 ઓગસ્ટ સુધી કોઈ પગલાં લીધાં નહોતા જેના કારણે તેમની વિરુદ્ધ વિધિવત્ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં એડવોકેટ સચદેવાએ ભારત ન્યાય સંહિતા (BNS), ભારત ન્યાય સંહિતા સમહિતા (BNSS) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અધિનિયમની કેટલીક કલમો ટાંકીને સત્તાવાળાઓને સુધા મૂર્તિ સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવા વિનંતી કરી છે.

ફરિયાદ સાથેના તેમના નિવેદનમાં એડવોકેટ સચદેવાએ હિંદુ ધર્મની પવિત્રતાના રક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. “એક ગૌરવપૂર્ણ હિંદુ તરીકે, મને લાગે છે કે આપણી ધાર્મિક પરંપરાઓનું રક્ષણ કરવું અને તેનું સચોટ પ્રતિનિધિત્વ થાય તેની ખાતરી કરવી એ મારી ફરજ છે,” તેમ અમિતા સચદેવાએ કહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “સુભા મૂર્તિ દ્વારા શેર કરવામાં આવેલી વાર્તા, લોકકથાઓમાં હોવા છતાં તેમાં ઐતિહાસિક તથ્યનો અભાવ છે અને રક્ષાબંધનના મહત્ત્વને વિકૃત કરવાનું જોખમ છે, જે એક સંપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.”

એડવોકેટે ફરિયાદ દાખલ કરવા માટેના તેણીનાં કારણો વિશે વધુ વિગતવાર જણાવ્યું છે. તેમણે કહ્યું, સુધા મૂર્તિને તેમની ભૂલ સુધારવા માટેની વિનંતીઓ કરવામાં આવી છતાં તેનો તેમણે સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાથી મને નિરાશા થઈ હતી. “આ પોસ્ટ ભ્રામક છે અને રક્ષાબંધનના સાચા મહત્ત્વને વિકૃત કરે છે, જેનાથી મારા સહિત હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે. ખોટી માહિતી સુધારવાની તક હોવા છતાં, સુધા મૂર્તિએ ન તો પોસ્ટ દૂર કરી કે જાહેરમાં માફી માંગી નથી,” તેમ સચદેવાએ ઉમેર્યું.

અગાઉ એક જાહેર અપીલમાં સચદેવાએ સુધા મૂર્તિને પરિસ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. “હું તમને વિનંતી કરું છું કે તમે આ ભ્રામક પોસ્ટને દૂર કરો અને આવા મહત્ત્વપૂર્ણ તહેવાર વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ જાહેર માફી માગો.”

જોકે, હવે ફરિયાદ ઔપચારિક રીતે IFSO (ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ) અને દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ યુનિટ (CCU)માં નોંધાવવામાં આવી છે, પરંતુ એડવોકેટ સચદેવાએ પરિણામ અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. તેમણે એવી સંભાવના પણ વ્યક્ત કરી છે કે આ ફરિયાદ અંગે કોઈ પગલાં લેવામાં આવશે નહીં પરંતુ જાગૃતિ વધારવા અને ન્યાય મેળવવાની મારી પ્રતિબદ્ધતા નિશ્ચિત છે.

ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ તરફથી ટીકા થઈ ત્યારે તેના જવાબમાં સુધા મૂર્તિએ રક્ષાબંધન વિશે પોતે શેર કરેલી તથ્ય વિનાની વાર્તા પર તેમનું વલણ સ્પષ્ટ કર્યું. સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે તેણીએ જે વાર્તાનો ઉલ્લેખ કર્યો છે તે રક્ષાબંધનના તહેવાર સાથે સંકળાયેલી ઘણી વાર્તાઓમાંની એક છે અને તે તેનું ચોક્કસ મૂળ નથી.

“મેં વિડિયો ક્લિપમાં ઉલ્લેખ કર્યો છે તેમ, રક્ષાબંધનની પ્રથા પહેલેથી જ એક સુસ્થાપિત રિવાજ હતી. મારો ઈરાદો ફક્ત આ તહેવાર પાછળના સુંદર પ્રતીકવાદની ઉજવણી કરતી ઘણી બધી વાર્તાઓમાંથી એકને શેર કરવાનો હતો જે હું સાંભળીને મોટી થઈ હતી,” તેવો પાંગળો બચાવ કરતાં મૂર્તિએ જણાવ્યું હતું. તેણીએ પરંપરા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરતા નોંધ્યું, “રક્ષાબંધન એ એક પ્રાચીન પરંપરા છે જે આપણા પ્રિય દેશમાં સમય અને સંસ્કૃતિને પાર કરી ગઈ છે. આ એક એવો તહેવાર છે જેને હું ચાહું છું અને દર વર્ષે તેની આતુરતાથી રાહ જોઉં છું, ખાસ કરીને જ્યારે હું તેને મારા પોતાના ભાઈ-બહેનો માટે પ્રેમથી ઉજવું છું.”

આ પણ વાંચોઃ ચંદ્રની રચના કેવી રીતે થઈ હશે? ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાનને તેના ઇતિહાસ અને વિકાસનું ‘બ્લેકબોક્સ’ મળ્યું

Back to top button