મનોરંજન

Nude Photo Shoot: રણવીર સિંહ વિરુદ્ધ FIR, જઈ શકે છે જેલ

Text To Speech

રણવીર સિંહ ન્યૂડ ફોટોશૂટ કરાવીને ફસાઈ ગયો છે. તેની સામે મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR ચેમ્બુરના રહેવાસી લલિત ટેકચંદાનીએ નોંધાવી છે.

રણવીર પર મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને સન્માનને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. રણવીર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 292, 293, 509 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 67 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રણવીર વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેને લઈને તેને 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તેની સામે આઈટી એક્ટની કલમ 67(એ) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. જે બિનજામીનપાત્ર છે.

ચારેય કલમો હેઠળ શું સજા થઈ શકે?

IPCની કલમ 292

જોગવાઈ: આમાં અશ્લીલતાની વ્યાખ્યા કરવામાં આવી છે. આ હેઠળ, જો કોઈ પુસ્તક, કાગળ, પેમ્ફલેટ, મેગેઝિન, લેખ, ચિત્ર અથવા એવી કોઈપણ વસ્તુને અશ્લીલ માનવામાં આવે છે, જે કામુક છે અથવા જેને જોઇને કામુક બનાવે છે તેમજ સાંભળીને અથવા વાંચીને લોકો ભ્રષ્ટ થઈ શકે છે.

કેટલી સજાઃ જો પહેલીવાર દોષી સાબિત થાય તો 2 વર્ષની જેલ અને 2 હજાર રૂપિયાનો દંડ. જો બીજી વખત દોષિત ઠરશે તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા અને પાંચ હજાર રૂપિયા સુધીના દંડની સજા થશે. આ જામીનપાત્ર ગુનો છે.

IPCની કલમ 293

જોગવાઈ: જો કોઈ વ્યક્તિ 20 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને આવી અશ્લીલ સામગ્રી વેચે છે અથવા બતાવે છે અથવા પ્રદર્શિત કરે છે અથવા વિતરણ કરવાનો પ્રયાસ કરે છે, તો આ કલમ હેઠળ કેસ નોંધવામાં આવે છે.

કેટલી સજાઃ જો પહેલીવાર દોષી સાબિત થાય તો 3 વર્ષની જેલ અને 2 હજાર રૂપિયાનો દંડ. જો તે બીજી વખત દોષી સાબિત થાય છે તો તેને 7 વર્ષ સુધીની જેલ અને 5,000 રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. આ પણ જામીનપાત્ર ગુનો છે.

IPCની કલમ 509

જોગવાઈ: જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની ગરિમાનું અપમાન કરવાના ઈરાદે કોઈ શબ્દ, અવાજ કરે અથવા શરીરને સ્પર્શ કરે છે અથવા એવી કોઈ વસ્તુ બતાવે છે જેનાથી સ્ત્રીની ગરિમાનું અપમાન થાય તો આ કલમ હેઠળ કેસ નોધવામાં આવે છે.

સજાઃ જો આ કલમ હેઠળ દોષિત ઠરે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તેમજ દંડ પણ થઈ શકે છે. આ પણ જામીનપાત્ર ગુનો છે.

IT એક્ટની કલમ 67(A)

જોગવાઈ: જો કોઈ વ્યક્તિ ઈલેક્ટ્રોનિક માધ્યમથી આવી કોઈ સામગ્રી પ્રકાશિત કરે છે. જે કામુક હોય ત્યારે આ કલમ લાદવામાં આવે છે. આ વિભાગ જાતીય કૃત્યો ધરાવતી સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણ માટે સજાની જોગવાઈ કરે છે.

કેટલી સજાઃ આ બિનજામીનપાત્ર ગુનો છે. આ અંતર્ગત જો પહેલીવાર દોષી સાબિત થાય તો તેને 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે બીજી વખત દોષિત ઠરે તો તેને 7 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

Back to top button