રાહુલ ગાંધીનું ભાષણ સાંભળી બિહારના શખ્સના હાથમાંથી દૂધની ડોલ ઢોળાઈ ગઈ, કોર્ટમાં કેસ દાખલ કરી દીધો


સમસ્તીપુર, 19 જાન્યુઆરી 2025: ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને ઈંડિયન સ્ટેટ સાથે લડાઈ લડવાની વાત કહીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એક વાર કાયદાકીય ગૂંચવણમાં ફસાતા દેખાઈ રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. રોસડા સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરનારા અરજીકર્તા મુકેશ કુમાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સાંસદનું ભાષણ સાંભળીને ન ફક્ત તેમની ભાવનાને ઠેસ પહોંચી પણ ગભરાઈને તેમના હાથમાં દૂધની ડોલ ઢોળાઈ ગઈ, તેનાથી તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો.
રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સમસ્તીપુર જિલ્લાના રોસડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સોનૂપુર ગામમાં રહેવાસી મુકેશ કુમાર ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરાવી છે. કોર્ટમાં દાખલ આ અભિયોગ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 15 જાન્યુઆરી 2025ના રોજ ભારત વર્ષની રાજ વ્યવસ્થા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. કોંગ્રેસ મુખ્યાલય ઈંદિરા ભવનના ઉદ્ધાટન બાદ પાર્ટી નેતાઓને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, તેમની લડાઈ ફક્ત ભાજપ તથા આરએસએસ નથી, પણ ઈંડિયન સ્ટેટ સાથે પણ છે.
ગભરાહટમાં દૂધથી ભરેલી ડોલ ઢળી ગઈ
મુકેશ કુમાર ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધીનું આ ભાષણ ભારતીય હોવાના નાતે તેમને મોટો આઘાત લાગ્યો. તેમણે કહ્યું કે, તેઓ આ ભાષણને પોતાના ઘરે ટીવી પર જોઈ રહ્યા હતા. મોબાઈલ ફોનમાં યૂટ્યૂબ પર પણ સાંભળ્યું. જેવું ઈંડિયન સ્ટેટ સાથે જોડાયેલા સમાચાર તેમણે જોયા. તેઓ ગભરાઈ ગયા. ગભરાહટના કારણે તેમના હાથમાં રહેલી દૂધની ડોલ ઢોળાઈ ગઈ. જેનાથી તેમને 250 રુપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનારો મુખ્ય આરોપી થાણેમાંથી ઝડપાયો, પોલીસ સામે ગુનો કબૂલ્યો