ગુજરાતમધ્ય ગુજરાત

ખેડામાં તોડબાજ મહિલા પત્રકારો સામે ફરિયાદ, ડોક્ટર પાસે રૂ.50 હજારની કરી હતી માંગણી

ખેડામાં તોડબાજ મહિલા પત્રકારો સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તબીબ પાસેથી મહિલા પત્રકારે નાણાં માગ્યા હોવાનો આરોપ તેમના પર લગાવવામા આવ્યો છે. આ સાથે ડોક્ટરને બદનામ કરવાની ધમકી આપી નાણાં માગ્યા હોવાનો આરોપ પણ લગાવવામા આવ્યો છે.

ખેડામાં તોડબાજ મહીલા પત્રકાર સામે ફરિયાદ

ખેડા જીલ્લામાં બે મહિલા પત્રકારો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. નડિયાદના આડીનાર ચોકડી પાસે બે મહિલા પત્રકારએ BHMS તબીબ પાસે રૂ.50 હજારની માંગણી કરી અને રૂપિયા નહીં આપો તો સોશિયલ મીડિયામાં ડોક્ટરને બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. નડિયાદના બી.એચ.એમ.એસ ડોક્ટરે ફરીયાદ નોંધાવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

 આ  પણ વાંચો : ગુજરાતના શિક્ષણ જગતમાં માફિયા રાજ શરૂ કરનાર બોથરા અને આકાશ જેવા ક્લાસીસ પર સરકાર કડક પગલાં લે: વિક્રમ દવે

ડોક્ટર પાસે રૂ.50 હજારની માંગણી કરી બદનામ કરવાની આપી ધમકી

પ્રાપ્ત વિગતો મુજબ નડીયાદના વાણીયાવડ વિસ્તારમાં રહેતા બી.એચ.એમ.એસ ડોક્ટર રાહુલ ચાવડા નડીયાદ તાલુકાના આડીનાર ચોકડી પાસે પોતાનું ક્લિનીક ચલાવે છે. ત્યારે ગત 24 માર્ચ 2023ના રોજ બે મહિલા પત્રકાર રાહુલ ચાવડાના ક્લિનીક પર પહોંચી હતી અને તેઓએ ડોક્ટરને કહ્યું કે તમે ડોક્ટરની ડીગ્રી ખોટી ધરાવો છો. જેથી તબીબે કાયદેસર બી.એચ.એમ.એસના ડોક્ટર હોવાના અને કાયદેસરના રજીસ્ટ્રેશન સર્ટી પણ બનાવેલા હતા તે બતાવ્યા, તેમ છતાં તે અલગ-અલગ વાતો કરી 50,000 ની માંગણી કરી હતી. અને જો રૂપિયા નહીં આપ્યા તો તબીબને બદનામ કરી તેની કારકીર્દી ખરાબ કરવાની ધમકી આપી હતી. જેથી તબીબે ગભરાઈને પોતાની પાસે રહેલ 2500 રૂપિયા તેને આપ્યા અને બાકીના પછીથી આપવાનું કહ્યું. અને પછીથી ડોકટરે રુપિયા આપવાની ના પાડી ત્યારે આ મહિલા પત્રકારે તબીબને તેની કારકીર્દી ખરાબ કરી નાખવાની ધમકી આપી હતી.

ચકલાસી પોલીસ-humdekhengenews

આ આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

ડોક્ટર રાહુલ ચાવડાએ પત્રકાર બંને મહીલા પત્રકારો પારૂલ રિમ્પુભાઈ પટેલ, શબનમ સાજીદભાઈ મલેક તેમજ તેમના એક સાગરીત સરફરાજ ઉર્ફે સલીમ મલેક સામે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદને આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડોક્ટરે પહેલા કેમ આપ્યા રુપિયા ?

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ ડૉક્ટર બી.એચ.એમ.એસની ડીગ્રી ધરાવે છે અને તે દર્દીઓને અલોપેથી દવાઓ પણ આપે છે. અને તે તેના ક્લીનિકમાં દર્દીને દાખલ પણ કરે છે.જે હોમિયોપથી ડોક્ટર કરી શકે નહી, જેથી જો નડીયાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ મામલે તપાસ કરે તો શેહરમાંથી આવા અનેક ક્લીનીકો સામે આવી શકે છે.

 આ પણ વાંચો : સીમા હૈદર 2024માં સાંસદની ચૂંટણી લડશે! આ પાર્ટીએ આપી મોટી ઓફર

Back to top button