ફ્રેન્ડશીપ તોડી નાખતા યુવતીના ન્યુડ વિડીયો-ફોટો વાયરલ કરનાર પોલીસ કોન્સટેબલ સહિત બે સામે ફરિયાદ
- મોરબીની શર્મશાર કરતી ઘટના
- સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધાયો
- આરોપીઓએ ઈન્સ્ટાગ્રામમાં વિડીયો અને ફોટા વાયરલ કર્યા હતા
મોરબી શહેર અને જિલ્લામાં ભદ્ર સમાજમાં લાલબત્તી સમાજ અને કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે થોડા સમય પહેલા હળવદમાં જે પ્રકારની ઘટના બની હતી આવી જ એક ઘટના મોરબીમાં પણ સામે આવી છે જેમાં યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તે દરમિયાન વિડીયો કોલ દ્વારા ફરિયાદી યુવતીની જાણ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ઇન્સ્ટગ્રામનું ફેક આઈડી બનાવી તેમાં ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફ મોકલી યુવતી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદીના કુટુંબની સમાજમાં બદનામી કરવાની ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ યુવાને વાતચીતનું કરી લીધું હતું વિડીયો રેકોર્ડિંગ
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતી અને આરોપી વચ્ચે અગાઉ ફ્રેન્ડશીપ હતી તે દરમિયાન ફરિયાદી અને આરોપીઓએ શેર કરેલ ફોટો તેમજ ફરિયાદી અને આરોપી વચ્ચે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી ત્યારે યુવતીની જાણ બહાર આરોપી યુવાને મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ યુવતી આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મન દુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં memom54011 યુઝર નેમ( ડીસ્પ્લે નેમ ) વાળા નામથી ફેક આઇ.ડી. બનાવીને તેમાં ફરિયાદી યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી.
સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ
જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ રહે. ચરાડવા અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 469, 507 તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ના કાયદાની કલમ 66 સી, ઇ, 67, 67-એ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.